Connect Gujarat
ગુજરાત

નવસારી: સ્થાનિકોના ગંદા રાજકારણના ભોગ બન્યા આદિવાસીઓ, આરોગ્ય સેન્ટર માત્ર કાગળ પર

નવસારી: સ્થાનિકોના ગંદા રાજકારણના ભોગ બન્યા આદિવાસીઓ,  આરોગ્ય સેન્ટર માત્ર કાગળ પર
X

સરકારની

જાહેરાતોમાં આરોગ્યને લઈને રૂપાળું ચિત્ર બતાવવામાં આવે

છે. સ્વચ્છ અને તંદુરસ્ત ગુજરાત બતાવવામાં આવે છે. નવસારી જીલ્લામાં જેની જમીની હકીકત કઇંક અલગ જ જોવા મળી

રહી છે. જાહેરાત અને હકીકત વચ્ચે સામાન્ય જનતા અને ગરીબ

આદિવાસીઓનું આરોગ્ય જોખમાય રહ્યું છે. જેના કારણે ગંભીર ગણાતી બીમારીઓ અંતરિયાળ

વિસ્તારોમાં વધુ જોવા મળી રહી છે નવસારી જિલ્લામાં આરોગ્યની કથળતી હાલત માટે

પી.એચ.સી અને સી.એચ.સી સેન્ટરની અછત અને ડોકટરોની ઘટ કઇંક અંશે જવાબદાર બની રહી છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી પંથકના લોકોના આરોગ્ય સલામત અને સશક્ત રહે તે માટે રાજ્યસરકાર સતત ચિંતિત

રહેવાના પ્રયત્નો કરી રહી છે. પરંતુ નવસારી જિલ્લાના અંતરિયાળ અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા ગામોમાં આંતરિક જૂથવાદ અને ગંદા રાજકારણને લઈને આરોગ્ય સેન્ટરો

મંજુર થઈ ગયા હોવા છતાં બની શક્યા નથી. આંબાબારી ગામના લોકો વૈકલ્પિક જગ્યા તરીકે શિક્ષક ક્વાટર્સમાં

દવાખાનું ચલાવમાં મજબુર બન્યા છે.જેના કારણે વર્ષે 70 હજાર

જેટલા દર્દીઓ આરોગ્યની સેવાથી દુર રહ્યા છે અને સ્થાનિકો માટે અગવડતાનુ કારણ બન્યા

છે.

રાજ્ય સારકર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી

સ્વાસ્થ્ય સુવિધા વધારવા આયોગ્ય માટે સારા અને આધુનિક

પી.એચ.સી સેન્ટર ઉભા કરે છે. પરંતુ નવસારીના અંતરિયાળ વિસ્તારમાં ૨૦૧૪થી આજ દિવસ

સુધી પી.એચ.સી સેન્ટર માત્ર કાગળો ઉપર જોવા મળી રહ્યું છે. સ્થાનિકો દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ વારંવાર રજુઆત કરવા છતાં આદિવાસી

વિસ્તાર આરોગ્યની સુવિધાથી વંચિત

થઈ રહ્યો છે. તો બીજી તરફ અધિકારીઓ

ટૂંક સમયમાં પી.એચ.સી સેન્ટર શરૂ કરવાના પોકળ દાવાઓ કરી રહ્યા છે.

આરોગ્યની દુર્વ્યવસ્થા લઈને એક

પછી એક પોલ આરોગ્ય વિભાગની ખુલતી રહી છે. તાજેતરમાં બાળકોના મોતના મામલે આરોગ્ય તંત્ર પ્રજાની નજર સમક્ષ આવી ગયું છે. ત્યારે

આદિવાસી વિસ્તારની સુવિધા કેવી હશે તેના પર સવાલો થઈ રહ્યા છે અને આરોગ્ય

સેન્ટરોનો અભાવ આજે પણ આદિવાસીઓ માટે ચિંતાનો વિષય છે. આદિવાસીઓ આરોગ્યની અત્યાધુનિક સુવિધા જંખે

છે.

Next Story