Connect Gujarat
Featured

નવસારી : ગણદેવીમાં ઐતિહાસિક ઇમારતો તોડવા સામે સ્થાનિકોમાં ભારે રોષ

નવસારી : ગણદેવીમાં ઐતિહાસિક ઇમારતો તોડવા સામે સ્થાનિકોમાં ભારે રોષ
X

નવસારી જિલ્લાના ગણદેવીની શોભામાં વધારો કરતી ગાયકીવાડી શાસનની ઇમારતો તોડી તેના સ્થાને નવી ઇમારતો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતાં સ્થાનિક રહીશોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મુખ્ય મથક ગણદેવી શહેરની શોભા વધારતી ગાયકવાડી ઇમારતોની અસ્મિતા જળવાઈ નથી અને સમય જતા વિકાસ ના નામે ઇમારતો ને જમીનદોસ્ત કરતા ગણદેવી નગર ના સ્થાનિકોમાં અસંતોષ ઉભો થયો છે રાજ્યના મુખ્યમંત્રી ને હેરિટેજ ઇમારતો ની જાણવાની માટે પત્ર પાઠવવામાં આવ્યો છે…જેના સમર્થન માં ગણદેવી નગર પાલિકાના ભાજપા ના પદાધિકારીઓ પણ આવ્યા છે. તાજેતર માં સરકારી ગુજરાતી શાળા પર વિકાસના નામે બુલડોઝર ફરી વળ્યું છે અને 2 કરોડ ના ખર્ચે નવી નિર્માણ પામી રહી છે એ બાબત સારી છે પરંતુ એજ ઇમારત ની જાણવણી અને મરમરત કરવામાં આવી હોત તો આવનાર પેઢીને બતાવવા સંભારણું બન્યું હોત તેમ લોકો માની રહયાં છે.

ગાયકવાડ સરકારે ગણદેવી નગરની અંદર પ્રાથમિક કન્યાશાળા, જુની મામલતદાર કચેરી, જૂની તેલુગુ શાળા સહિતના કેટલાય મકાનનું એની વિશિષ્ટ લાલ કલરની ઈંટવાળા શૈલીમા બંધાવી એક આગવી છાપ ઉભી કરી હતી.ગણદેવીની મામલતદાર કચેરી ચાર દાયકા સુધી આ ગાયકવાડી મકાનમાં ચાલી હતી.હવે જ્યારે આ મકાનો જુના અને ખંડેર થવા માંડયા છે ત્યારે એ મકાનોને તોડી પાડી નવા બનાવવાની તજવીજ લાંબા સમયથી ચાલતી હતી. . નગરમાં આ બાબતે કેટલાય જાગૃત સિનિયર સિટીઝનો અને નાગરિકોએ આ ગાયકવાડી મકાનો, વિશિષ્ટ બાંધણી ધરાવતા મકાનોને તૂટતા અટકાવવા ગણદેવી પાલિકાના પ્રમુખ તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

આ ગાયકવાડી બાંધણી ધરાવતી ઇમારતો ને ડિમોલિશન કરવાની વાત ગાયકવાડના વંશજો સુધી પહોંચતા એ લોકો પણ સ્થાનિક લોકોના સમર્થનમાં આવ્યા છે અને સરકારને આ ઇમારતોને હેરિટેજ બિલ્ડીંગ જાહેર કરી દેવા માટે લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે ઐતિહાસિક ઇમારતો હાલના આધુનિક જમાના માં અસલ ભારત ની યાદ અપાવે છે જેમાં ગાયકવાડી રાજ ની ઇમારતો એમાં અહમ ભૂમિકા ભજવે છે ઐતિહાસિક વારસો સાચવવાની જવાબદારી સરકારની સાથે સાથે નાગરિકોની પણ હોય છે એવા સમયમાં ગણદેવી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી આવી ઇમારતોને હેરિટેજ જાહેર કરવા માટે ગણદેવીવાસીઓ મકકમ જણાય રહયાં છે.

Next Story