Connect Gujarat
Featured

નવસારી: ગણદેવીના યુવાનની અમેરીકામાં અશ્વેતે ગળું દબાવી કરી હત્યા,જુઓ શું છે કારણ ?

નવસારી: ગણદેવીના યુવાનની અમેરીકામાં અશ્વેતે ગળું દબાવી કરી હત્યા,જુઓ શું છે કારણ ?
X

અમેરિકાના એટલાન્ટાની મોટેલમાં ગુજરાતી જનરલ મેનેજરની અશ્વેતે ગળું દબાવી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. મોટેલના રિનોવેશન બાબતે થયેલ બોલાચાલીમાં અશ્વેતે મૂળ નવસારીના ગણદેવીના રહેવાસી મેનેજરની હત્યા કરી દીધી હતી.

નવસારીના ગણદેવીના રહીશ અને બીલીમોરા હાઇસ્કૂલના નિવૃત્ત શિક્ષક રવીન્દ્ર વશીના દીકરા 51 વર્ષીય મેહુલ વશીની અમેરિકામાં હત્યા થઈ છે. તેમની પત્ની બે દીકરી સાથે અમેરિકાના જ્યોર્જિયાના ઓગસ્ટા ઇવાન્સમાં રહે છે. જ્યારે મેહુલભાઇ વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર તરીકે કાર્ય કરતા અને ત્યાં જ રહેતા હતા. આજકાલ અમેરિકામાં અશ્વેતોના હાથે ભારતીયોની હત્યા થવાના ગુનામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે વધુ એક ગુજરાતી યુવાન મેહુલ વશીની અમેરિકામાં અશ્વેતોએ હત્યા કરતાં ગણદેવી અને બીલીમોરામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

મોટેલમાં નશામાં ચૂર એક અશ્વેતે મેહુલ વશી પર હુમલો કરી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. યુવાની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી જો કે હોટલના રિનોવેશન બાબતે બોલાચાલી થતાં નશામાં ચૂર અશ્વેતે તેમની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.મેહુલ વશીની હત્યા પ્રકરણમાં અમેરિકા પોલીસ તપાસ ચલાવી રહી છે. આ તરફ મેહુલ વશીની હત્યા અંગેની જાણ થતાં જ નવસારીના ગણદેવી ખાતે રહેતા તેમના પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Next Story