Connect Gujarat
Featured

નવસારી: બાઇક ચોરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ,ચોરીની 21 બાઇક કબ્જે,જુઓ કેવી રીતે કરતાં હતા બાઇક ચોરી

નવસારી: બાઇક ચોરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ,ચોરીની 21 બાઇક કબ્જે,જુઓ કેવી રીતે કરતાં હતા બાઇક ચોરી
X

સમગ્ર ગુજરાત રાજ્યમાંથી આંતરરાજ્ય બાઈક ચોરીના રેકેટનો પર્દાફાશ કરી નવસારી લોકલ ક્રાઇમ બ્રાંચે ત્રણ આરોપીની ધરપકડ કરી અધધધ કહી શકાય એવી 21 મોટરસાયકલને જપ્ત કરી છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા અનેક વર્ષોથી બાઈક ચોરીના બનાવમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે જે પૈકી ગુજરાત રાજ્યના નવ મોટા શહેરોમાં દસ વર્ષના અંતરાલમાં ચોરી થયેલી અનેક બાઇકના ચોરીની ફરિયાદનો નિકાલ કરવા માટે પોલીસે કમર કસતા નવસારી એલસીબીએ બાઈક ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. મરોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન એલસીબીને ટેકનિકલ સર્વેલન્સ ને આધારે મળેલી માહિતી મુજબ ત્રણ આરોપી નિલેશ ડાવર, ભુચરસિંહ કનેશ, શીલદાર ચોહણની કડક પૂછપરછ કરતા તેઓ મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાની માહિતી મળી હતી સાથે જ આ સમગ્ર રેકેટના તાર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા સુધી જોડાયેલા હતા અને ત્યાં જ તમામ બાઈક સંતાડી હોવાની વાત સામે આવતાં નવસારી પોલીસ 21 મોટર સાયકલ કબ્જે કરી છે. પકડાયેલી ટુકડી અંધારાનો લાભ લઇ પાર્કિંગ માં મુકેલા બાઈકના લોક તોડીને બાઈક ચોરી કરતા હતા અને રોડ મારફતે તેને મધ્યપ્રદેશ લઈ જવામાં આવતી હતી.

આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ બાઇકની ચોરી સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો પકડાયેલા ત્રણ આરોપીની મોડસ ઓપરેન્ડી મુજબ બાઇકને અન્ય રાજ્યમાં લઇ ગયા બાદ નંબર પ્લેટ બદલી કાઢવામાં આવતી હતી અથવા તેના સ્પેરપાર્ટ તેઓ વેચી નાખતા હતા તેમાંથી તેઓ મસ્ત મોટી કમાણી કરતા હતા પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય એક આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યો છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં નોંધાયેલા બાઇકચોરીના કેસને ઉકેલી નાખ્યા છે.

Next Story