Connect Gujarat
ગુજરાત

નવસારીઃ ભાજપ મહામંત્રી ભરતસિંહ પુર અસરગ્રસ્તોની મુલાકાતે, કર્યું કિટ વિતરણ

નવસારીઃ ભાજપ મહામંત્રી ભરતસિંહ પુર અસરગ્રસ્તોની મુલાકાતે, કર્યું કિટ વિતરણ
X

લોકોની ઘરવખરી સહિતના સામાન પણ પુરમાં તણાઈ ગયા, પાણી ઓસરી જતાં તંત્ર દોડ્યું

નવસારી જિલ્લામાં મેઘરાજા એ ધમાકેદાર બેટીંગ કરતા નવસારી જિલ્લામાં પુરની પરિસ્થિતિ નિર્માણ થવા પામી હતી. જેમાં પુર ગ્રસ્ત વિસ્તારોની પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમારે મુલાકાત લઈ તેમને રાહત સામગ્રીનુ વિતરણ કર્યુ હતુ.

નવસારી જિલ્લામાં પાછલા એક અઠવાડીયાથી લગાતાર વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો જિલ્લાની નદીઓ ગાંડીતૂર બની હતી જેનાથી પુરની પરિસ્થિતિ જિલ્લામાં ઉભી થઈ હતી. જેમાં કેટલાક લોકોને એનડીઆરએફની ટીમ મારફતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ત્યારે હવે જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં લોકોની ઘરવખરી સહિતના સામાન પણ પુરમાં તણાઈ ગયા હતા, એવા વિસ્તારોમાંથી પાણી ઓસરી જતા જિલ્લા કલેકટર તેમજ નેતાઓ દ્વારા આ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે. ત્યારે આજે પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમારે નવસારીના ગણદેવી તાલુકાના બિલીમોરા નજીક આવેલ ઘોલ ગામ કે જે ગામ પાછલા ૧૨ દિવસથી સંપર્ક વિહોણુ થયુ હતુ. જે ગામની મુલાકાત લઈ ગામના લોકોને રાહત સામગ્રીનુ વિતરણ કર્યુ હતુ. તો સાથેજ ગામમાં એક ડોકટરની ટીમ પણ મુકી તમામ લોકોનુ ચેકઅપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહ્યુ છે.

બીજી તરફ ગણદેવીના ઊંડાચ ગામે લુહાર ફળિયામાં ૧૫૦ જેટલા પરિવારો પાછલાં કેટલાક દિવસ પુર માં પીડાયા હતા તો આ પરિવારોની ઘર વખરી પણ પુરમાં વહી જવા પામ્યું હતું. જેથી નવસારી ની સામાજિક સંસ્થા સ્નેહસેતુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગણદેવી ચીખલીના ધારાસભ્ય નરેશભાઈ પટેલની આગેવાનીમાં ઊંડાચ લુહાર ફળીયા ખાતે ૧૫૦ જેટલા પરિવારો ને ચોખા, દાળ અને તાડપત્રી આપવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અમીતાબેન પટેલ સહિત જિલ્લા ભાજપ ના હોદ્દેદારો અને ભાજપ ના કાર્યકરો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.

Next Story