Connect Gujarat
Featured

નવસારી : નવા સિમાંકન પ્રમાણે 1થી 6 વોર્ડ માટે સેન્સ લેવાની કવાયત શરૂ, ટિકિટ વાંછુક ઉમેદવારો ઉમટ્યા

નવસારી : નવા સિમાંકન પ્રમાણે 1થી 6 વોર્ડ માટે સેન્સ લેવાની કવાયત શરૂ, ટિકિટ વાંછુક ઉમેદવારો ઉમટ્યા
X

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે નવસારી જિલ્લાના વિજલપુર-નવસારી નગરપાલિકાના 1થી 6 વોર્ડમાં ભાજપના કમલમ કાર્યાલય ખાતે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પોતાના સમર્થકો સાથે ઉમટી પડેલા ઉમેદવારોએ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા સાથે સામાજિક ક્ષેત્રે કરેલી કામગીરી અને પાર્ટી પોતાની ભૂમિકા અંગે નિરીક્ષકો સામે પોતે મજબૂત સંભવિત ઉમેદવાર હોય શકે તેવી રજૂઆત કરી હતી.

તો સાથે જ નિરીક્ષકોએ પણ દરેક ઉમેદવારોને સાંભળી ભૂતકાળની કામગીરીની નોંધ લીધી હતી. હાલમાં જ નવસારી અને વિજલપોર નગરપાલિકામાં નવા સીમાંકન પ્રમાણે હદ વિસ્તરણ થતા હવે 13 વોર્ડ અસ્તિત્વમાં આવ્યા છે, ત્યારે 26મી જાન્યુઆરીના રોજ કુલ 1થી 6 વોર્ડ માટે સંભવિત ઉમેદવારોની સેન્સ લેવાની શરૂઆત કરવામાં આવી હતી.

Next Story