Connect Gujarat
ગુજરાત

નવસારી : લોકડાઉનના નિયમો નેવે મૂકી યુગલે માંડ્યા પ્રભુતામાં પગલાં, પોલીસે કરી 14 લોકોની ધરપકડ

નવસારી : લોકડાઉનના નિયમો નેવે મૂકી યુગલે માંડ્યા પ્રભુતામાં પગલાં, પોલીસે કરી 14 લોકોની ધરપકડ
X

લોકડાઉનમાં લગ્નપ્રસંગો અટકી પડ્યા છે, ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વંકાલ ગામે લોકડાઉનના

નિયમોને નેવે મૂકીને યુગલ પ્રભુતામાં પગલાં માંડી રહ્યું હતું, જેની જાણ થતા ચીખલી પોલીસે ઘટના

સ્થળે પહોંચી રંગમાં ભંગ પાડી નવયુગલ, બ્રાહ્મણ તેમજ પરિવારજનો મળી કુલ 14 લોકોની જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી હતી.

કોરોનાની મહામારી સામે જંગ લડવા ભારત સરકારે લોકડાઉન પાર્ટ 2 જાહેર કર્યો છે. જેના કારણે લોકોના ઘણા સામાજિક કાર્યો પણ અટકી ગયા છે. જેમાં

લગ્ન ઈચ્છુક ઘણા યુગલોના સપનાને પણ બ્રેક લાગી છે. જોકે ઘણી જગ્યાએ લોકડાઉનના

નિયમોનું પાલન કરીને લગ્ન કર્યા હોવાની વાતો સામે આવી છે, ત્યારે નવસારીના

ચીખલી તાલુકાના વંકાલ ગામની યુવતીના નજીકમાં આવેલા નાંદરખા

ગામના યુવાન સાથે તા. 17 એપ્રિલના

રોજ લગ્ન નિર્ધાર્યા હતા.

સમગ્ર મામલે કન્યા પક્ષે ચીખલી પોલીસને નિયમોનું પાલન કરી લગ્ન કરવા માટેની જાણ કરી

હતી. પરંતુ જ્યારે

લગ્ન કર્યા, ત્યારે જાહેરનામાનો ભંગ થયો હતો. જેમાં વરરાજા, દુલ્હન સાથે તેમના પરિવારજનો તેમજ

2 બ્રાહ્મણો અને 2 ફોટોગ્રાફરોની ઉપસ્થિતિમાં વંકાલના બ્રહ્મદેવના મંદિરે લગ્ન આરંભાયા હતા. જેની જાણ ચીખલી પોલીસને થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ લગ્નને અટકાવ્યા હતા. જોકે પોલીસ

પહોંચે તે પૂર્વે નવયુગલે

ફેરા ફરી લીધા હતા. પરંતુ પોલીસે

ત્યાર બાદની વિધિઓ અટકાવી હતી. હાલ તો પોલીસે નવયુગલ સહીત કુલ 14 લોકોની જાહેરનામાના ભંગ બદલ

ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ

ધરી છે.

Next Story