નવસારી : વિજલપોર પાલિકા પ્રમુખને મારી થપ્પડ, જાણો સામાન્ય સભાનો મામલો કેમ પહોચ્યો પોલીસ મથકે..!

0

ભાજપ માટે માથાનો દુ:ખાવો બનેલ વિજલપોરના બાગી સભ્યો એટલા બળવાન બન્યા કે, સામાન્ય સભામાં થપ્પડ મારીને પણ ભાજપના બાગી સભ્યો કહેવાઈ રહ્યા છે. જેને લઈને વિજલપોર સંગઠનના હોદ્દાએથી 250 જેટલા રાજીનામાં જિલ્લા અને પ્રદેશ સંગઠનની નિષ્ક્રિયાતને લઈને આપવામાં આવ્યા છે.

છેલ્લા 1 વર્ષથી વિવાદોમાં વંટોળમાં રહેતી નવસારી જિલ્લાની વિજલપોર પાલિકામાં ભાજપના 2 જૂથો પડી ગયા છે. એક બાગી જૂથ અને એક સક્રિય જૂથ કોઈના કોઈ બાબતે બાગીઓ પાલિકા પ્રમુખ સામે બાયો ચઢાવતા આવ્યા છે. જેમાં ગત સામાન્યસભામાં પાલિકા પ્રમુખને બાગી સભ્ય દ્વારા થપ્પડ મારવામાં આવતા મામલો પોલીસ સ્ટેશને પોહચ્યો હતો. તેમ છતાં જિલ્લા સંગઠન દ્વારા કોઈ પગલાં ન લેવાતા પાલિકા પ્રમુખ અને સંગઠનના 7 જેટલા મોર્ચાઓએ હોદ્દા પરથી રાજીનામાં આપ્યા હતા. જેમાં વિજલપોર શહેર પ્રમુખ અને મહામંત્રી દ્વારા આગામી દિવસોમાં નિર્ણય ન આવે તો રાજીનામાઓ આપશેની ચીમકીઓ ઉચ્ચારી હતી. 7 મોરચો મળીને હાલ 250 જેટલા લોકોએ રાજીનામાં આપ્યા હતા, સાથે એક વર્ષથી ચાલતા વિવાદનો અંત હજી ન આવતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે સંગઠન દ્વારા નિર્ણય લેવાની વાત કરીને ઠંડુ પાણી રેડવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here