Connect Gujarat
Featured

નવસારી : દાંડી સ્થિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ પ્રવાસીઓ માટે ખૂલ્યું, ગાંધી જયંતીના 4 દિવસ પૂર્વે લેવાયો નિર્ણય

નવસારી : દાંડી સ્થિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ પ્રવાસીઓ માટે ખૂલ્યું, ગાંધી જયંતીના 4 દિવસ પૂર્વે લેવાયો નિર્ણય
X

ઐતિહાસિક દાંડીકૂચની યાદમાં બનાવવામાં આવેલ નવસારી જિલ્લાના દાંડી ખાતે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ પર્યટન સ્થળને કોરોનાના કારણે બંધ રાખવામા આવ્યું હતું, ત્યારે ગાંધી જયંતીના 4 દિવસ પૂર્વે દાંડી નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલને યાત્રિકો માટે ફરી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાના કારણે છેલ્લા માર્ચ મહિનાથી દાંડી ખાતે આવેલ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ પર્યટન સ્થળને બંધ રાખવામાં આવ્યું હતું, ત્યારે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલને ગાંધી જયંતીના 4 દિવસ અગાઉ એટલે કે, સોમવારના રોજથી પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લુ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દાંડી સ્થિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલના પ્રવેશ દ્વાર પર પ્રવાસીઓ માટે રેલિંગ અને સેનેટાઇઝીંગ મશીનની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. જોકે મેમોરિયલમાં એક સમયે માત્ર 100 જેટલા પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે, ત્યાર બાદ અન્ય પ્રવાસીઓને એક બાદ એક પ્રવેશ આપવામાં આવશે. જોકે અહી આવતા પ્રવાસીઓને સરકારની ગાઈડલાઇન સહિતના તમામ નિયમોનું અચૂક પાલન પણ કરાવવામાં આવશે.

Next Story