Connect Gujarat
ગુજરાત

નવસારી : જન્માષ્ટમીની ઉજવણીમાં હવે જોવા મળે છે મટકી કેકનો ટ્રેન્ડ

નવસારી : જન્માષ્ટમીની ઉજવણીમાં હવે જોવા મળે છે મટકી કેકનો ટ્રેન્ડ
X

નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહયો છે. વર્તમાન સમયમાં મકટી કેકનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.

સમગ્ર દેશ આજે રાત્રે જયારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવશે ત્યારે જય રણછોડ માખણ ચોરનો નાદ સાથે ભજન-કીર્તન થકી સમગ્ર દેશ કૃષ્ણમય બની જશે .આજે જન્માષ્ટમીને લઇ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે યુવાઓ દ્વારા અનોખી રીતે કૃષ્ણ ના વધામણાં કરવા થનગની રહ્યા હોય એમ નવસારીમાં ખાસ મટકી કેક બનાવડાવી હતી. કેક બનાવનારઓને અત્યાર સુધીમાં 4,000થી વધારે કેકના ઓર્ડર પણ મળી ચુકયાં છે.

જય રણછોડ માખણ ચોરનો નાંદ સમગ્ર દેશમાં ગુંજી રહ્યો છે ત્યારે "માખણ ચોર માખણ પ્રિય કાન્હા" માટે શહેર ની કેક શોપ દ્વારા ખાસ જન્માષ્ટમી માટે તૈયાર કરાયેલ 4000 જેટલી અનોખી કાન્હા મટકી કેકએ જન્માષ્ટમીના દિને નવસારીના બીલીમોરા શહેરમાં ભારે આર્કષણ જમાવ્યું હતું ત્યારે અનોખી કાન્હા મટકી કેક નો કોન્સેપટ યુવાઓને પસંદ પડતા જન્માષ્ટમીનો ત્યૌહાર એ રાત્રે મટકી કેક ફોડી અનોખી ઉજવણી કરવા યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેને કારણે બીલીમોરા શહેર રાત્રે કૃષ્ણ ભક્તિમય બનશે જ પરંતુ આ અનોખી કાન્હા મટકી કેક સાથે અનોખી રીતે કૃષ્ણ ના વધામણાં થશે.

Next Story