નવસારી : આ બાઇકને 6 કલાક ચાર્જ કરવાથી ચાલે છે 60 કીમી

વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા વપરાશથી પર્યાવરણની સમતુલા જોખમાઇ રહી છે. નવસારીમાં ગેરેજમાં કામ કરતાં મીકેનીકે ઇલેકટ્રીકથી ચાલતી બાઇક બનાવી છે.28 હજાર રૂપિયામાં જ તૈયાર થયેલી બાઇકને 6 કલાક ચાર્જ કરવાથી 60 કીમીનું અંતર કાપી શકાય છે...
.આપ જે બાઇક જોઇ રહયાં છો તેને ઇ બાઇક કહેવામાં આવે છે. તેને 6 કલાક ચાર્જ કરીને 60 કિલોમીટરની સફર કરી શકાય છે. સાથે આરટીઓ અને પેટ્રોલ પણ નહીં.. આ બાઇક એક ગેરેજમાં કામ કરતા મિકેનિકે બનાવી છે.વેસ્ટમાંથી બનાવેલી બાઇક હાલ નવસારીવાસીઓમાં આર્કષણ જમાવી રહી છે. આ યુવાનને હાલ બીજી બાઇક બનાવવા માટે ઓર્ડર પણ મળી રહયાં છે ત્યારે મંદીના સમયે યુવાનને રોજગારી પણ મળી છે. 28 હજાર રૂપિયામાં જ તૈયાર થયેલી બાઇકને 6 કલાક ચાર્જ કરવામાં આવે તો 60 કીમીનું અંતર કાપી શકે તેમ છે. ઇલેકટ્રીકથી ચાલતી બાઇક હોવાથી તેમાંથી ધુમાડા નીકળતા નથી પરિણામે ધુમાડાઓથી પર્યાવરણને થતું નુકશાન પણ અટકાવી શકાય તેમ છે.