નવસારી : દોહાની વર્લ્ડ એથ્લેટીકસમાં ડાંગની સરિતા ગાયકવાડ ભાગ નહિ લે
BY Connect Gujarat24 Sep 2019 11:25 AM GMT

X
Connect Gujarat24 Sep 2019 11:25 AM GMT
દોહામાં રમાનારી વર્લ્ડ એથ્લેટિક્સમાં ડાંગ જીલ્લાની સરિતા ગાયકવાડા ઇજાના કારણે ભાગ નહિ લઇ શકે. પોલેન્ડમાં આકરી તાલીમ દરમ્યાન પગમાં મોચ આવતા તે ઇજાગ્રસ્ત બની છે.
ડાંગ જિલ્લાના આદિવાસી પરિવારમાં જન્મેલ સરિતા ગાયકવાડે દેશને 3 ગોલ્ડ મેડલો અપાવ્યા છે. એશિયન ગેમ્સ યુરોપના પોલેન્માં ગોલ્ડ મેળવી દેશનું ગૌરવ વધાર્યું હતું. આગામી દિવસોમાં કતારના દોહામાં આયોજીત વર્લ્ડ એથ્લેટીકસમાં ભાગ નહી લઇ શકે.તેનું મુખ્ય કારણ પોલેન્ડમાં આકરી તાલીમ દરમ્યાન પગમાં મોચ આવતા ચરબી ની ગાંઠ થઈ હતી. જે ગાંઠનું નવસારીની ખાનગી હોસ્પિટલમાં વિના મૂલ્યે સર્જરી કરવામાં આવી હતી. તબીબે હાલ સરિતા ગાયકવાડને તબીબે આરામ કરવાની સલાહ આપી છે. પવનવેગી સરિતા અને આસામની હીમા દાસના પગ થંભી ગયા છે. સરિતા ને પગમાં ઇજા પહોંચી છે જ્યારે હેમા દાસ ને કમર નો દુખાવો ઉપડયો છે.
Next Story