Connect Gujarat
ગુજરાત

વાંસદા વિધાનસભાના માનપુર ગામે ચૂંટણીનો બહિષ્કાર: રસ્તા પર લખાણો અને બેનરો મુકાયા

વાંસદા વિધાનસભાના માનપુર ગામે ચૂંટણીનો બહિષ્કાર: રસ્તા પર લખાણો અને બેનરો મુકાયા
X

ચુંટણીના માહોલ વચ્ચે મતદારોના માનપુર ગામની મનની વાત બહાર આવી છે આગામી આવી રહેલ લોકસભાની ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાનું મન માનપુરના મતદારોએ માનવી લીધું છે. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ચૂંટણી બહિષ્કારનું આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે

લોકશાહીના પર્વમાં મતદારો રાજકીયઅનેતાઓ માટે દેવતા સમાન પુરવાર થતા હોય છે એવા દેવતા સેવકરૂપી નેતાઓથી નારાજ થયા છે વાત છે વાંસદા તાલુકામાં આવેલ માનપુર ગામની એક ને ગોળ અને એક ને ખોળ આપતા બળવો કરવાની મૂળમાં આવી ગયા છે ગોચરની જમીનમાં આવેલ દુકાનોમાં સરકારી બુલડોર ચાલ્યું છે જયારે એની સામે આવેલ સાત દુકાનને રાજકીય ઈશારે ડિમોલોશન અટકાવતા રાજકીય ભોગ બન્યાની વાતો ગ્રામજનોએ કરતા ઠેર ઠેર ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો સાથે માર્ગોમાં પણ પેન્ટિંગ કરાવી મતદાન ન કરવાનો સંદેશો પોંહચાડયો છે ભજપા કે કોંગ્રસ મનપુરની મનની વાત ન સાંભળતા ૨૨૦૦ જેટલા મતદારોએ ચૂંટણી સામે બહાર ન નીકળવાનું મન માનવી લીધું છે ત્યારે વલસાડ લોકસભાના ઉમેદવારોને ટકાવારીઓમાં માર પડશે

Next Story