અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો આવ્યો સામે, મૌલવી એ મહિલા પાસે થી ખંખેર્યા 48લાખ

4619

વલસાડની મહિલાનું લગ્નજીવન ડામાડોળ થતા મહિલાએ તેનું લગ્નજીવન ફરી બંધાઈ જાય તે માટે એક મૌલવીનો સહારો લીધો હતો. પતિ-પત્ની વચ્ચે મધ્યસ્થી બનેલા મૌલવીએ મોકાનો લાભ લઈને મહિલા પાસેથી ટુકડે ટુકડે લાખો રૂપિયા ચાઉં કર્યા હતા. મહિલાના જણાવ્યા અનુસાર તેની ઉપર કાળા જાદુઓથી વશમાં કરી તેના પાસેથી રૂપિયા ઉલેચ્યા હતા, જયારે તેને સારા નરસાનું ભાન થતા રૂપિયાની ઉઘરાણી કરવા જતા મૌલવીએ હુમલો કર્યોહતો, જેના સ્વબચાવમાં માતા અને પુત્રીએ મૌલવીને મેથીપાક આપ્યા બાદ પોલીસનું શરણું લીધું હતું.

મૌલવીની મેલી મુરાદ જાણ્યા બાદ મહિલાએ આખરે પોલીસનું શરણું લીધું છે, ત્યારે મૌલવી પણ મહિલા પર આક્ષેપ કર્યો છે કે, આ મહિલાએ મારા ઉપર કેરોસીન છાટ્યુ છે. મૌલવી પાસે લગ્નજીવન ટકાવવા આવેલી મહિલાને તાવીજ અને ઈલાજ ભારે પડ્યો છે, ત્યારે મૌલવી પણ પોતે ચોખ્ખો ચણાક હોય તેવી ભાષાનું પ્રયોજન કરીને પોતાનો પક્ષ મજબૂત કરવાના પ્રયત્નો કરી રહ્યો છે. હાલ તો શહેર પોલીસે ઈલિયાસ મૌલવી વિરુદ્ધ ફરિયાદનોંધી વધુ તપાસ આદરી છે.

અંધ શ્રદ્ધાથી ધેરાયેલો સમાજ આજેપણ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા કર્યો કરતા અટકતો નથી, લગ્નજીવન ટકાવી રાખવા પતિ-પત્નીની સમજણ જમહત્વની છે, તેના માટે મંત્રોજાપ કે તાવીજ કોઈ ભૂમિકા ભજવતું નથી, ત્યારે આવી અંધશ્રધાએ આ બે મહિલાઓને પોલીસ સ્ટેશનના ચક્કર ખવડાવતી કરી દીધી છે. તો આવા બનાવમાં કાયદાનો સહારો કે પરમાત્માને કરેલી પ્રાર્થના જ મહત્વનો ઉકેલ આપી શકે છે.

1 COMMENT

LEAVE A REPLY