Connect Gujarat
ગુજરાત

નવસારી: જુગારધામ ઉપર છાપો મારતા પોલીસ અને ટોળા વચ્ચે સર્જાયું ધર્ષણ

નવસારી: જુગારધામ ઉપર છાપો મારતા પોલીસ અને ટોળા વચ્ચે સર્જાયું ધર્ષણ
X

રાવણ હજી પણ બધાની વચ્ચે જીવી રહ્યો છે રાવણદહનની બાજુમાં ચાલતા જુગારધામ પર પોલીસે છાપો મારતા રાવણદહન માં આવેલ લોકોમાં રાવણ ભરાયો અને છાપો મારનાર પોલીસને ટોળારૂપી રાવણે મારમાર્યાની ફરિયાદ વાંસદા પોલીસ સ્ટેશને નોંધાઇ છે.

ગઈકાલે દશેરાના તહેવારમાં સત્યનો અસત્ય પર વિજય માનવતો રાવણના પૂતળા દહન નો કાર્યક્રમ વાંસદા તાલુકાના કેલીયા ગામે રાખવામાં આવ્યો હતો જેના પેટ્રોલિંગ દરમ્યાન પોલીસને બાતમી મળી હતી જે બાતમીના આધારે ચકલી પપલી નામનો જુગાર બે ઈસમો દ્વારા રમવામાં આવતો હતો જ્યાં પોલીસે ખાનગી ગાડીમાં આવીને છાપો માર્યો ત્યાં તો બાજુમાં રાવણદહનમાં આવેલ ટોળું ઉશ્કેરાઈ જઈને પથ્થર મારો ચલાવીને ખાનગી ગાડીને ફૂંકી મારવાનો પ્રયાસ કરી ઝડપાયેલા બે ઇસમોને પોલીસ પકડ થી છોડવીને ફરાર થઈ ગયા હતા.જેમાં એક પોલીસકરમીને ઇજા થતાં વાંસદા ગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કાયદાનું રક્ષણ કરવું ખાખીવરદીને ભારે પડ્યું છે. પરંતુ ખાખીવરદીની જગ્યાએ સિવિલ ડ્રેસમાં ગયેલી પોલીસે છાપો માર્યો છાપો મારતાની સાથે પોલિસને માર પડયાનો બનાવ બન્યો છે. જેને લઈને જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવા આવ્યો છે. પોલીસે સમગ્ર આરોપીને ઝાડપવાના ચક્રોગતિમાન કર્યા છે અને 30 જેટલા ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરીને આરોપીને ઉઠાવવાની પ્રક્રિયાઓ તેજ કરી છે.

Next Story