Connect Gujarat
Featured

નવસારી: સુરત વલસાડ મેમુ ટ્રેન શરૂ તો થઈ છતા પણ પાસ હોલ્ડર્સોએ નોધાવ્યો વિરોધ, જાણો કારણ

નવસારી: સુરત વલસાડ મેમુ ટ્રેન શરૂ તો થઈ છતા પણ પાસ હોલ્ડર્સોએ નોધાવ્યો વિરોધ, જાણો કારણ
X

રેલ્વે વિભાગ દ્વારા સુરત અને વલસાડ વચ્ચે મેમુ ટ્રેન શરૂ કરવામાં આવી છે પરંતુ કોરોના ગાઈડ લાઇનના પગલે ટ્રેનમાં ફરજિયાત રિઝર્વેશન કરાવવાનું હોવાથી 10 રૂપિયાની ટિકિટનો 35 રૂપિયા થાય છે ત્યારે પાસ હોલ્ડર્સમાં નારાજગી જોવા મળી રહી છે.

"આરંભે શુરા અને વચને પાછા" એવા રાજકીય નેતાઓના કાર્યક્રમમાં ચિક્કાર ગિર્દીઓમાં કોરોના નથી અને લોકલ ટ્રેન દ્વારા રોજ બરોજ પેટયું રડવા જતા પાસ હોલ્ડરો માટે કોરોનાના નીતિ નિયમો લાગુ પડતા પાસ હોલ્ડરો નારાજ થયા છે. નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ એવા સી.આર.પાટિલની રજૂઆતના પગલે સુરત અને વલસાડ વચ્ચે મેમુ ટ્રેન શરૂ કરવામાં આવી છે. અને ટ્રેનમાં કોરોનાના નિયમોના પગલે ફરજિયાય રિઝર્વેશન રાખવામા આવ્યું છે ત્યારે નવસારી થી સુરતનું લોકલ ટ્રેનનું સામાની ભાડું 10 રૂપિયા થાય છે પરંતુ રિઝર્વેશનના કારણે આ ભાડું 35 રૂપિયા થઈ ગયું છે. જેની સામે પાસ હોલ્ડર્સોએ નારાજગી વ્યક્ત કરી છે. નવસારીથી 50 હજાર જેટલા મુસાફરો રોજગારી અર્થે ટ્રેન સેવાનો ઉપયોગ કરે છે ત્યારે મેમુ સહિતની લોકલ ટ્રેનમાં ફરજિયાત રિઝર્વેશનનો નિયમ રદ્દ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

Next Story