Connect Gujarat
Featured

નવસારી: બેફામ દોડતા ટેમ્પા ચાલકે સાઇકલ સવારને 50 ફૂટ સુધી ફંગોળ્યો, જુઓ કાળજું કંપવાવી દેવા એવા CCTV ફૂટેજ

નવસારી: બેફામ દોડતા ટેમ્પા ચાલકે સાઇકલ સવારને 50 ફૂટ સુધી ફંગોળ્યો, જુઓ કાળજું કંપવાવી દેવા એવા CCTV ફૂટેજ
X

ખેરગામ ધરમપુર રોડ પર ભૈરવી ગામે પેટ્રોલપંપ પર નોકરીએ જઈ રહેલ સાઇકલ સવાર યુવાનને ટેમ્પો ચાલકે અડફેટે લેતા 50 ફૂટ સુધી ફંગોળાયેલા યુવાનનું મોત નિપજ્યુ હતું. આ ઘટનાના કાળજું કંપાવી દે એવા સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે.

ખેરગામ તાલુકાના ભૈરવી ગામે ઝરા ફળિયામાં રહેતા ગુલાબ પટેલ ગામમાં જ આવેલા પેટ્રોલપંપ પર કામ કરતા હોય સોમવારે બપોરે નોકરીએ જવા ઘરેથી સાઈકલ લઈને નીકળ્યા હતા.દરમિયાન તેઓ ખેરગામ-ધરમપુર રોડ પરથી સાઈકલ લઈને પસાર થતા હતા ત્યારે પેટ્રોલપંપ પાસે પહોંચી સાઈકલને પેટ્રોલ પંપ તરફ ટર્ન મારવાની તૈયારી જ હતી અને તે દરમિયાન પાછળ ધરમપુર તરફથી પૂરઝડપે આવેલા ટેમ્પોના ચાલકે ગુલાબની સાઈકલને પાછળથી ટક્કર મારી હતી.

જેથી તેઓ 50 ફૂટ સુધી ફંગોળાયા હતા.તેઓને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા થતા તાત્કાલિક ધરમપુર હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે. બનાવ અંગે ખેરગામ પોલીસે ટેમ્પા ચાલક વિરુધ્ધ ગુનો નોધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Next Story