Connect Gujarat
ગુજરાત

નવસારી: પાણીની રખેવાળી કરવા બેસાડાયા પોલીસકર્મી

નવસારી: પાણીની રખેવાળી કરવા બેસાડાયા પોલીસકર્મી
X

સૃષ્ટિ પર કુદરતે પાણીનો ખજાનો ભરપૂર માત્રામાં આપ્યો છે અને દરેક જીવે પાણીનો વપરાશ કરવાનો અધિકાર મેળવ્યો છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ નામના દુષણથી પાણીની અછત ની બૂમો સંભળાઈ રહી છે. ત્યારે પાણીની અછત સામે પાણી ચોરીના બનાવો બનતા સિંચાઇ વિભાગે પોલીસ પાસે પાણી ની રખેવાળી કરવા પોલીસકર્મીઓ તેનાત કરવામાં આવ્યા છે. જે નવસારીના ૨૦ વર્ષ ના ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે.

ગત વર્ષ વરસાદ ઓછો વરસવાને કારણે ઉકાઈ ડેમ ની સપાટી નીચી રહી છે જેના કારણે પાણી કાપનો મુદ્દો માનવજીવન સામે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યો છે.ઉકાઈ ડેમથી કેનાલ મારફતે આવતું પાણી સિંચાય વિભાગ દ્વારા પાણી કાપીને લઈને અટકાવ્યું હતું જે ફરી શરૂ કરાયું છે. એક તરફ પાણીનો જથ્થો ઓછો છે તો બીજી તરફ અસામાજિક તત્વો પાણી ચોરી તરફ વળ્યાં છે. જેને લઈને પાણીને પણ રખેવાળની જરૂર પડી છે કેનાલ મારફતે આવતું પાણી પર પોલીસ ૨૪ કલાક નજર રાખીને બેઠું છે. રાત્રી હોય કે દિવસ પોલીસ કેનાલ પર રખેવાળ ની જેમ રખેવાળી કરી પાણી ચોરી અટકાવી રહી છે. પોલીસ કેનાલ થી પસાર થતા પાણી ની રખેવાળી કરવી એ કદાચ પ્રથમ ઘટના હશે.

Next Story