નવસારી: માનસિક વિકલાંગ મહિલાને બાળક ચોર સમજી લોકોએ માર માર્યો

નવસારીના વિજલપોરમાં માનસિક રીતે વિકલાંગ મહિલાને બાળક ચોરી જતી હોવાની આશંકાએ લોકોએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલાને માર મારતી વેળાના વાઇરલ થયેલા વીડીયોના આધારે પોલીસે આરોપીઓની અટકાયત કરી છે.
નવસારીને અડીને આવેલા વિજલપોર શહેરમાં એક માનસિક વિકલાંગ મહિલા ભટકી રહી હતી.તે નશામાં ધુત હોવાનું જણાય રહયું હતું. દરમ્યાન એક મહિલાને પોતાની બાળકીને ઉપાડી જશે એવી શંકા જતા બુમાબુમ કરી મૂકી હતી. જેને લઈને લોક ટોળુ ભેગું થયું હતું. જેમાં નશામાં ધૂત આ મહિલાને માર મારી રહ્યા હોવાનો વિડિઓ વાઇરલ થતા પોલીસે મામલાની તપાસ હાથ ધરી હતી. તપાસમાં મહિલા બાળક ઉપાડવા વાળી ન હતી તે માટે વીડીયોમાં દેખાતી વૃધ્ધા અને એક પુરૂષની અટકાયત કરી છે. આ ઉપરાંત માનસિક વિકલાંગ મહિલા વિરુદ્ધ પણ પ્રોબીહીશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છેખોટી અફવાઓને લઈને માનસિક વિકલાંગ અજાણી મહિલાને માર ખાવાનો વારો આવ્યો છે. ત્યારે આવી કોઈપણ બાબત હોઈ તે ગંભીરતા થી વિચારીને આગળ ધપાવવી જોઈએ. જોકે આવી અફવાઓ લોકોટોળાના માર ને કારણે જીવ પણ જતો રહેતો હોય છે. ત્યારે કાયદો હાથમાં લેવા કરતા પોલીસ સ્ટેશનના અધિકારીઓને સોંપીને સત્ય બહાર લાવવું એ નૈતિક ફરજ બની રહે છે.