કંપનીએ કામદારોએ હડતાલા પાડતા બહાર થી કામાદારો તો બોલાવ્યા,પણ તે કામદાર પણ હડતાલ ઉપરના કામદારોની તરફેણમાં કામ બંધ કરી દેતા કંપની મુંઝવણમાં

Nct ની હડતાળ ચાલુ છે અને પ્લાન્ટ ચલાવવા માટે માણસોની અછત હોવાથી બહાર થી કર્મચારીઓ(કામદારો) લાવી કામગીરી ચાલુ રાખવાના કંપનીમેનેજમેન્ટ દ્વારા પ્રયત્નો કરાયા હતા. પરંતુ બહારથી આવેલ ૧૬ પૈકી ૧૦ કર્મચારીઓએ પણ હડતાળ પર ઉતરેલ કર્મચારીઓની માંગ સાથે સહમત થતા તેઓએ પણ કર્મચારીઓના હિતમાં કામગીરી બંધ કરી તેઓ પણ બહાર આવી જઇ હડતાલ પરના કામદારોને ટેકો આપ્યો હતો.

હાલ Nct મેનેજમેન્ટ માટે  બાવાના બેવા બગડ્યા જેવી પરીસ્થીતી થતા વિકટ પરિસ્થિતિ નો સામનો કરવાનો વારો આવ્યો છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ટ્રિમેન્ટ ફેસિલિટીની કામગીરી બંધ કરવી પડે અને તેની ગંભીર અસર પડી શકે એમ છે. કર્મચારીઓના કોન્ટ્રાક્ટરો તેમના જુના માણસોને લાવવાના અને અન્ય નવા લાવવાના પ્રયત્ન તો કરી રહ્યા છે. જેમાં હાલ કંપનીને સફળતા મળી રહી નથી.

 

LEAVE A REPLY