Connect Gujarat
Featured

નેપાળના વડાપ્રધાન ઓલીની કિસ્મતનો આજે નિર્ણય, સ્ટેંડિંગ કમિટિની મીટિંગ બે દિવસ ટળી

નેપાળના વડાપ્રધાન ઓલીની કિસ્મતનો આજે નિર્ણય, સ્ટેંડિંગ કમિટિની મીટિંગ બે દિવસ ટળી
X

આજે નેપાળમાં વડાપ્રધાન ઓલીની કિસ્મતનો નિર્ણય આવશે. નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટીનું વિરોધી જુથ ઓલી પાસે રાજીનામાની માંગ કરી રહ્યું છે. નેપાળમાં સત્તારૂઢ NCPની ત્રણે કમિટિ છે. આ ત્રણેયમાં જ વડાપ્રધાન ઓલીને સમર્થન નથી. પાર્ટીના નિયમ પ્રમાણે, આવી સ્થિતિમાં નેતાએ રાજીનામું આપવાનું હોય છેત્યારે વડાપ્રધાન અને વિરોધી જૂથના નેતા પુષ્ટ કમલ દહલ પ્રચંડની વાતચીત શરૂ થઈ ચુકી છે. જો કે સ્ટેંડિંગ કમિટિની મીટિંગ બે દિવસ ટળી ગઈ છે, હવે તે બુધવારે યોજાશે.

નેપાળના રાજકારણનો આ સૌથી મહત્વનો વળાંક છે. ઓલી પર રાજીનામાનું દબાણ વધી રહ્યું છે, ખુરશી બચાવવા માટે તે દરેક પ્રયાસ કરી રહ્યા છે. કદાચ આ જ કારણે શનિવાર પછી સોમવારે પણ સ્ટેંડિંગ કમિટિની મીટિંગ બુધવાર સુધી ટાળી દેવાઈ છે. આ કમિટિમાં કુલ 40 સભ્ય છે. જેમાથી 30 રાજીનામાની માંગ કરી રહ્યા છે

વડાપ્રધાનની સૌથી મોટી મુશ્કેલ પાર્ટી સ્ટેંડિંગ કમિટિનું ગણિત છે. એ જ નક્કી કરશે કે ઓલી રહેશે કે જશે. પરંતુ અહીંયા તેમનો પક્ષ નબળો છે. કમિટિમાં કુલ 44 સભ્ય છે 30થી વધુ ઈચ્છે કે ઓલી કોઈ પણ પ્રકારનો સમય વેડફ્યા વગર રાજીનામું આપી દે. ખાસ વાત તો એ પણ છે કે ઓલી માત્ર વડાપ્રધાન જ નહીં પણ પાર્ટીના અધ્યક્ષ પણ છે. તે બન્નેમાંથી એક પણ પદ છોડવા માંગતા નથી. પાર્ટીના મહાસચિવ વિષ્ણુ પૌડિયાલને આશા છે કે મામલાનું નિરાકરણ આવી જશે.

Next Story