Connect Gujarat
ગુજરાત

નેત્રંગ:પરિવારના ભરણ પોષણ માટે ૮૦ વર્ષીય વૃદ્ધાના ઘરમધક્કા

નેત્રંગ:પરિવારના ભરણ પોષણ માટે ૮૦ વર્ષીય વૃદ્ધાના ઘરમધક્કા
X

હાલના સમયમાં રેશનીંગનું અનાજ પણ મળતું નથી,પરિવારના ભરણપોષણ માટે ૮૦ વષૅની ઉંમરે પણ ધરમના ધક્કા ખાવા છતાં,પરિણામ શૂન્ય

ભરૂચ જીલ્લાના

આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકા મથકના જવાહર બજાર વિસ્તારમાં આશરે ૮૦

વર્ષની ઉંમર ધરાવતા જોહરાબીબુ પઠાણ વર્ષો પહેલા પોતાના પતિ અહેમદભાઇ પઠાણ સાથે

નેત્રંગમાં વસવાટ કયૉ હતો. જેમને સંતાનોમાં પાંચ પુત્ર અને બે પુત્રીઓ છે. જેમાં

પોતાના પતિ મામુલી ડ્રાઈવર તરીકે નોકરી કરતા અને સાધારણ પગારમાં પરિવારનું ભરણપોષણ

કરવાનું મુશ્કેલ પડતાં જોહરાબીબીએ પોતાના પતિને સાથ આપવા અને રૂપિયા કમાવવા માટે

દાયણ તરીકેનો વ્યવસાય અપનાવી લીધો હતો.

ગુજરાત સરકાર દ્વારા

દાયણ તરીકેની આપવામાં આવતી પરીક્ષા અને તાલીમ માચૅ-1986માં પ્રા.આરોગ્ય કેન્દ્ર ચાસવડમાં પુણૅ કરી હતી. જ્યારે

ભુતકાળના ૩૨ વષૅ પહેલા નેત્રંગના આદિવાસી વિસ્તારમાં મહિલાઓની પ્રસુતિ કરાવવા માટે

માત્રને માત્ર એક જ દાયણ મહિલા જોહરાબીબી હતા જેમને વર્ષો સુધી સરકારી દવાખાનામાં

દાયણ તરીકે કામ કર્યું હતું અને આદિવાસી વિસ્તારમાં ૧૦૦૦ થી વધુ મહિલાઓની

પ્રસુતિ કરાવી તેમના હસ્તે કરાઇ છે તેમણે વાત દરમિયાન જણાવ્યું હતું.

જ્યારે બીજી બાજુએ

ગરીબ વૃદ્ધ મહિલાએ કાળીમજુરી કરીને પોતાની બે પુત્રીઓનૂ સાસરે વિદાઇ પાંચ

પુત્રોમાંથી પતિના અવસાન બાદ એક પુત્રનું પણ અવસાન થયું હતું. બાકીના તેમના પુત્રો

ઘરની આથિૅક પરિસ્થિતિ ખરાબ રહેતા વધારે અભ્યાસ નહીં કયૉ હોવાથી સામાન્ય મજુરીકામ

કરે છે.જેમના માટે પોતાની માતાનું ભરણપોષણ કરવાનું પણ અઘરું છે. તેવા સંજોગોમાં ૮૦

વષૅના જોહરાબીબી પણ મહિલાઓને પ્રસુતિ કરાવવા માટે રાત-દિવસ તત્પર રહે છે.

જ્યારે ગરીબ

કુટુંબ હોવાથી સરકાર દ્વારા બીપીએલ કાડૅ આપવામાં આવ્યો છે,જેમાં હાલના સમયમાં રેશનીંગનું અનાજ પણ મળતું નથી અને

પરિવારના ભરણપોષણ માટે ૮૦ વષૅની ઉંમરે પણ જવાબદાર અધિકારીઓ સામે ધરમના ધક્કા ખાવા

છતાં પરિણામ શૂન્ય રહ્યું છે,જેથી

આ વૃદ્ધ મહિલાઘરે-ઘરે મજુરીકામ કરી ઘર ચલાવવા મજબુર બની જવા પામી છે.

Next Story