Connect Gujarat
ગુજરાત

નેત્રંગને તાલુકાનો દરજ્જો છતાં, હજુ ફાયર-બ્રિગેડની સુવિધા થી વંચિત

નેત્રંગને તાલુકાનો દરજ્જો છતાં, હજુ ફાયર-બ્રિગેડની સુવિધા થી વંચિત
X

શોટૅ-સકિૅટના કારણે સમાંયાતરે અનેક આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં ફાયર-બ્રિગેડની સુવિધા આપવા માંગ,

સમગ્ર વિસ્તારમાં દિવ્યભવ્ય શાળાઓ,કોલેજો,દવાખાના,સરકારી ઇમારતો,

નેત્રંગનો તાલુકાનો દરજ્જો છતાં ફાયર-બ્રિગેડની સુવિધા નથી,જેથી પ્રા.સુવિધાઓ વંચિત લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે,

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકાર ધ્વારા માચૅ-૨૦૧૪માં ભરૂચ જીલ્લાના વાલીયા અને ઝઘડીયા તાલુકામાંથી ૭૬ ગામોને અલગ પાડીને નવો નેત્રંગ તાલુકો બનાવવામાં આવ્યો હતો,નવો નેત્રંગ તાલુકો બનાવવામાં પાછળ રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે,આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતી પ્રજાને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભ,અને જીવનજરૂરી પ્રા.સુવિધાઓ ઘરઆંગણે જ મળી રહે,જેથી સમગ્ર વિસ્તારનો સવૉગીં વિકાસ થાય તે માટે નેત્રંગને સરકાર ધ્વારા વિકાસશીલ તાલુકાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કમનસીબે રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોના ચારેય તરફ ધજાગરા જ ઉડી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે,જેમાં નેત્રંગનો તાલુકાનો દરજ્જો છતાં ફાયર-બ્રિગેડની સુવિધા આપવામાં આવી નથી,

જેમાં નેત્રંગ ટાઉનના જીનબજાર,જવાહર બજાર,ગાંધીબજાર અને ચારરસ્તાના વિસ્તારમાં અનાજ-કરીયાણા,કપડા,ઇલેટ્રોનિકસ અને જીવનજરૂરીયાતની તમામ ચીજવસ્તુઓને દુકાનો આવેલી છે,અને સાથે-સાથે ગીચ વસ્તીમાં લોકો વસવાટ કરે છે,જ્યારે તાલુકાભરમાં દિવ્યભવ્ય શાળાઓ,કોલેજો,દવાખાના, સરકારી ઇમારતો,પેટ્રોલપંપની રાત-દિવસ ઔધોગિક એકમોની ધમધમી રહ્યા છે,જેમાં મામુલી આગ વિરાટ સ્વરૂપ ધારણ કરતાં કાળીમજુરી કરીને વસાવેલ ઇમારતો બળી ખાખ થઇ રહી છે,જ્યારે કોઈ અનિવાયૅ કારણસર આગ લાગે છે,ત્યારે લોકો આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર-બ્રિગ્રેડનો સંપકૅ કરે છે,પરંતુ અંકલેશ્વરથી લશ્કરોની ટીમ નેત્રંગ સુધી પહોંચે ત્યાં સુધી ઘણું મોડું થઈ જાય છે,તેવી ભુતકાળના સમયમાં અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે,છતાં સરકારીતંત્રનું પેટનું પાણી હલ્યું નથી,અને અકાળે કોઇ આગ જેવી દુર્ઘટના બને તો,કમનસીબે મોટી જાનહાની અને નુકસાન થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી,

ઉલ્લેખનીય છે કે,નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ જ સરકારીતંત્ર ધ્વારા કરોડો રૂપિયાના ખર્ચે દિવ્યભવ્ય તાલુકા સેવાસદન,તા.પંચાયત,સામુહીક આરોગ્ય કેન્દ્ર અને હાલમાં ચાલી રહેલ પોલીસ સ્ટેશનના મકાનનું નિમૉણ કરવામાં આવ્યું હતું,જેથી તાલુકાભરની પ્રજામાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો,

પરંતુ ગરીબ પ્રજાની સુરક્ષા-વ્યવસ્થા માટે કોઈ નક્કર પગલા ભરવા માએ સરકારીતંત્ર ધ્વારા સતત આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે,જેથી ગરીબ આદિવાસી પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે,તેવા સંજોગોમાં શોટૅ-સકિૅટના કારણે સમાંયાતરે અનેક આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવતાં ફાયર-બ્રિગેડની સુવિધા આપવાની માંગ ઉઠી છે

Next Story