નેત્રંગ : બાઇક રેલી યોજી કરાયું કોંગ્રેસ યુવા ક્રાન્તી યાત્રાનું સ્વાગત

141

કન્યાકુમારી થી કાશ્મીર સુધી નીકળેલ કોગ્રેસની યુવા ક્રાંતિ યાત્રા ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવી પહોંચી હતી. સુરત જિલ્લાના મૌજા ગામ ખાતે થી યુવા ક્રાંતિ યાત્રા ભરૂચ જિલ્લામાં પ્રવેશતા યુવા કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાઇક રેલી યોજી યાત્રાનું સ્વાગત કર્યું હતું.

સ્વાગત બાદ નેત્રંગ સ્થિત મેદાનમાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ કેશવચંદ યાદવ ઉપ પ્રમુખ શ્રીનીવાસન યુવા ગુજરાત પ્રમુખ ગુલાબ સિંહ રાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ યાત્રામાં મુખ્યત્વે પાંચ જેટલા મુદ્દાઓ રહ્યા હતા.જેમાં વર્તમાન મોદી સરકાર સામે રાફેલ મામલો તેમજ ૨ કરોડ યુવાનોને રોજગાર સહિત ખેડૂતોના મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા.

આયુવા ક્રાંતિ યાત્રા સંમેલનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલ સિંહ રાણા.જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાન, રાજેન્દ્રસિંહ રણા અરવિંદ દોરાવાલા, નાજુ ફડવાલા  સહિત મોટી સંખ્યામાં કોંગી હોદ્દેદારો કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY