Connect Gujarat
દેશ

New Delhi | કોંગ્રેસ વર્કિંગ કમિટીની યોજાઈ બેઠક, રાહુલ ગાંધીએ ધર્યો રાજીનામાંનો પ્રસ્તાવ

New Delhi | કોંગ્રેસ વર્કિંગ કમિટીની યોજાઈ બેઠક, રાહુલ ગાંધીએ ધર્યો રાજીનામાંનો પ્રસ્તાવ
X

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ મોદી લહેર બાદ કોંગ્રેસ પાર્ટીને ફક્ત 52 સીટો મળી હતી. કોંગ્રેસ પાર્ટીની હાર થતાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલેલી બેઠકમાં હાર પર મહામંથન ચાલ્યું હતું. આ સમયે રાહુલ ગાંધીએ હારની જવાબદારી લેતાં રાજીનામાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને ફગાવી દેવામાં આવ્યો હતો. આ બેઠકમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સહિત કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર હતા.

આ મીટિંગમાં કોંગ્રેસની ચૂંટણી રણનીતિમાં ખામીઓથી લઈને નેતૃત્વ ઉપર ચર્ચા થઈ હતી. વર્કિંગ કમિટીની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, બેઠકમાં રાહુલ ગાંધીના રાજીનામાના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે.

CWCની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી 2019ના જનાદેશનો સ્વીકાર કરે છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પોતાના રાજીનામાનો પ્રસ્તાવ મુક્યો હતો. પણ પાર્ટીને રાહુલ ગાંધીના નેતૃત્વની જરૂર છે. બેઠકમાં રાહુલ ગાંધીના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ એક સકારાત્મક વિપક્ષની ભૂમિકા ભજવશે. કોંગ્રેસ વિભાજન કરનારી પાર્ટીઓ સામે લડવા તૈયાર છે. પાર્ટીમાં બદલાવ માટે રાહુલ ગાંધીને તમામ અધિકાર છે. કોંગ્રેસ ચૂંટણી હારી છે, પણ અમે જનતાની લડાઈ લડતાં રહીશું.

Next Story