Connect Gujarat
Featured

ન્યુયોર્કના ઝૂમાં 4 વર્ષની વાઘણ પણ પોઝિટિવ, અનેક પ્રાણીઓમાં કોરોનાના લક્ષણ

ન્યુયોર્કના ઝૂમાં 4 વર્ષની વાઘણ પણ પોઝિટિવ, અનેક પ્રાણીઓમાં કોરોનાના લક્ષણ
X

કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત ન્યુયોર્કના બ્રોંક્સ ઝૂમાં 4 વર્ષની વાધણ પણ સંક્રમિત છે. જેમાં એ જ લક્ષણ જોવા મળ્યા છે, જે લોકોમાં જોવા મળે છે. સોમવારે સવારે આ સમાચાર પ્રકાશિત કર્યા છે. આ વાધણનું નામ નાદિયા છે.

ઝૂ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નાદિયાની બહેન અજુલ અને ત્રણ આફ્રિકન વાધમાં પણ કફના લક્ષણ જોવા મળ્યાં છે. જો કે, તેમાં સંક્રમણની પુષ્ટિ થઈ નથી. તમામનો ઈલાજ ચાલી રહ્યો છે. અહીં કેટલાક પ્રાણીઓમાં ભૂખ ન લાગવાના પણ લક્ષણો જોવા મળ્યા છે. બાદમાં તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે.

This undated photo provided by the Wildlife Conservation Society shows Nadia, a Malayan tiger at the Bronx Zoo in New York. Nadia has tested positive for the new coronavirus, in what is believed to be the first known infection in an animal in the U.S. or a tiger anywhere, federal officials and the zoo said Sunday, April 5, 2020. (Julie Larsen Maher/Wildlife Conservation Society via AP)

દુનિયાના 204 દેશમાં કહેર મચાવનાર કોરોના વાઈરસથી મરનારાઓનો આંકડો સોમવારે સવારે 69 હજાર 424 થઈ ગયો છે. 12 લાખ 72 હજાર 860 લોકો સંક્રમિત છે. સારવાર બાદ બે લાખ 62 હજાર લોકો સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યકત કરી છે કે, દેશ ઝડપથી કોરોના પર કાબૂ મેળવી લેશે. કોરોના સંક્રમિત બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને રવિવારે મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

Next Story