ન્યુઝીલેન્ડ પોતાની મજબૂત દાવેદારી બતાવવા પોઇન્ટ ટેબલમાં ટોપ પર જવાના ઈરાદા સાથે ઉતરશે

વર્લ્ડ કપની 25મી મેચ આજ રોજ તા. 19મી જૂને બર્મિંઘમ ખાતે ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે.  સાઉથ આફ્રિકા પોઈન્ટ્સ ટેબલમાં આઠમા ક્રમે છે, તેના 5 મેચમાં 3 પોઇન્ટ છે. સાઉથ આફ્રિકાની વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ રદ થઇ હતી તથા ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને ભારત સામે તે હાર્યું હતું, જયારે અફઘાનિસ્તાન સામે જીત્યું હતું. ટૂર્નામેન્ટમાં જીવંત રહેવા આજે સાઉથ આફ્રિકા માટે કરો યા મરોની સ્થતિ છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ એક પણ હાર વગર પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે. કીવીઝના 4 મેચમાં 7 પોઇન્ટ છે અને તે શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે જીત્યું હતું, જયારે ભારત સામેની મેચ રદ થઇ હતી.

ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલ તથા કોલીન મુનરો આજે આઉટ ફોર્મ ચાલી રહેલી ટિમ સાઉથ આફ્રિકા સામે આક્રમક બેટિંગ કરી મોટો સ્કોર કરી શકે છે તેમજ ટીમના સુકાની કેન વિલિયમસન પણ મિડલ ઓડર મજબૂત રાખી શકે છે તો બીજી તરફ સાઉથ આફ્રિકાના ફાસ્ટર બોલર લૂંગી ગિડીને મેચ માટે ફિટ જાહેર કરતા ન્યૂઝીલેન્ડના રન સ્કોરને અટકાવામા કેટલું કારગર રહે એ જોવુ રહ્યું તેમજ સાઉથ આફ્રિકાના ઓપનર કવિન્ટન ડી કોક અને હાસીમ અમલા તથા ટીમના સુકાની ફાફ ડુપ્લેસીસી ફોર્મમાં આવે તેવી ટિમની આશા છે.

LEAVE A REPLY