Connect Gujarat
સમાચાર

સુરેન્દ્રનગર: મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેના ઇન્જેક્શનની કાળા બજારી કરતા બે આરોપીની ધરપકડ

Surendranagar, mucomycosis

સુરેન્દ્રનગર: મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેના ઇન્જેક્શનની કાળા બજારી કરતા બે આરોપીની ધરપકડ
X

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેના ઇન્જેક્શનની કાળા બજાર કરતા બે શખ્સોને ઝડપી પાડ્યાં હતા. કોરોના મહામારી બાદ હાલ ફેલાયેલા મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેના અલગ અલગ 20 ઇન્જેક્શન સહીત ફુલ રૂ.‌ 1.40 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર: મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેના ઇન્જેક્શનની કાળા બજારી કરતા બે આરોપીની ધરપકડસુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે અગાઉથી મળેલી બાતમીના આધારે અચાનક દરોડો પાડી મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેના ઇન્જેક્શનની કાળા બજાર કરતા બે શખ્સોને ઝડપી પાડ્યાં હતા. કોરોના મહામારી બાદ હાલ ફેલાયેલા મ્યુકરમાઈકોસિસ રોગના સારવાર માટેના અલગ અલગ 20 ઇન્જેક્શન સહીત ફુલ રૂ.‌ 1.40 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ ચકચારીભર્યા કેસમાં હજી વધુ નામો ખુલવાની પણ પોલીસ દ્વારા શંકા સેવી રહી છે.

Next Story