Connect Gujarat
સમાચાર

ટીમ ઇન્ડિયાના બોલર મોહમ્મદ શમીએ ખરીદી નવી લક્ઝરી સ્પોર્ટ્સ કાર.!

બોલર મોહમ્મદ શમી આ દિવસોમાં ક્રિકેટથી દૂર આરામ કરી રહ્યો છે. પરંતુ આ દરમિયાન તેણે પોતાના માટે એક નવી લક્ઝરી સ્પોર્ટ્સ કાર ખરીદી છે.

ટીમ ઇન્ડિયાના બોલર મોહમ્મદ શમીએ ખરીદી નવી લક્ઝરી સ્પોર્ટ્સ કાર.!
X

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ દિવસોમાં ક્રિકેટથી દૂર આરામ કરી રહ્યો છે. પરંતુ આ દરમિયાન તેણે પોતાના માટે એક નવી લક્ઝરી સ્પોર્ટ્સ કાર ખરીદી છે. વનડે ક્રિકેટમાં 150 વિકેટ ઝડપ્યા બાદ શમીએ પોતાને આ કાર ગિફ્ટ કરી છે. ખરેખર ભારતના સ્પીડ સ્ટાર શમીએ શુક્રવારે જ લાલ રંગની જગુઆર એફ-ટાઈપ કાર ખરીદી છે. આ એક સ્પોર્ટ્સ કાર છે જે 3.7 સેકન્ડમાં 100ની સ્પીડ સુધી પહોંચી જાય છે.

આ નવી સ્પોર્ટ્સ કારનું પાવરફુલ એન્જિન V8 331 kW છે. જેના કારણે આ કાર આટલી ઓછી સેકન્ડમાં 100ની સ્પીડ પકડી લે છે. આ કારની શોરૂમ કિંમત 98.13 લાખ રૂપિયા છે. ઓન-રોડ આ કારની કિંમત એક કરોડથી વધુ હશે. આ કારમાં 8 સ્પીડ સુધી ઓટોમેટિક ગિયરબોક્સ છે. 31 વર્ષીય શમીએ આ કાર શિવ મોટર્સ પાસેથી ખરીદી છે.

Next Story