Connect Gujarat
દેશ

નિર્ભયા કેસ : દોષિતોને ફાંસી એક સાથે કે એક-એક કરીને, આજે ફેસલો થશે 

નિર્ભયા કેસ : દોષિતોને ફાંસી એક સાથે કે એક-એક કરીને, આજે ફેસલો થશે 
X

આજે દિલ્હી હાઈકોર્ટ નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસમાં ચાર દોષિતોની ફાંસી પર રોકને પડકાર આપતી કેન્દ્રની અરજી પર ફેસલો સંભળાવશે, ન્યાયમૂર્તિ સુરેશ કુમાર કૈતે શનિવાર અને રવિવારે વિશેષ સુનાવણી બાદ 2 ફેબ્રુઆરીએ પોતાના આદેશને સુરક્ષિત રાખી લીધો હતો, ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને દિલ્હી સરકારે નિચલી અદાલતના 31 જાન્યુઆરીના એ આદેશને પડકાર્યો હતો, જેના દ્વારા મામલામાં ચાર દોષિતોની ફાંસી પર આગલા આદેશ સુધી રોક લગાવી દેવામાં આવી હતી.

નિર્ભયાના ચારેય દોષિતો તિહાર જેલમાં બંધ છે, અદાલતે 31 જાન્યુઆરીએ ફાસીની સજા સ્થગિત કરી દેવામાં આવી કેમ કે દોષિતોના વકીલે સ્થગિત કરાવવાની માગ કરતા અપીલ કરી હતી કે તેમના માટે હજી કાનૂની માર્ગ બંધ નથી થયા મુકેશ અને વિનયની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે ફગાવી દેવામાં આવી જ્યારે પવનની આ અરજી હજી સુધી દાખલ કરાયી નથી.

અગાઉ દોષિતોને એક ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ફાસી આપવાની હતી પરંતુ ફાંસી ટળી ગઈ હતી. ફાંસી ટળ્યા બાદ નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે નિર્ભયાના દોષિતોની ફાંસીમાં થઈ રહેલ વિલંબ માટે માત્ર અને માત્ર સીએમ કેજરીવાલ જ જવાબદાર છે.

ઉલ્લેખનીય છે કે નિર્ભયા ગેંગરેપના છ દોષિતોમાથી એક દોષીએ જેલમાં જ આત્મહત્યા કરી લીધી છે જ્યારે એક સગીર આરોપ સજા કાપીને જેલની બહાર આવી ચૂક્યો છે, 16 ડિસેમ્બર 2012ના રોજ થયેલી આ બર્બર ઘટનાથી આખો દેશ સ્તબ્ધ રહી ગયો હતો.

Next Story