Connect Gujarat
દેશ

નિર્ભયાના દોષીતોને થશે આવતીકાલે સવારે ફાંસી, આજે કોર્ટમાંથી મળશે રાહત...?

નિર્ભયાના દોષીતોને થશે આવતીકાલે સવારે ફાંસી, આજે કોર્ટમાંથી મળશે રાહત...?
X

નિર્ભયાના એક દોષી પવનકુમારે ફાંસીની સજાના ત્રણ દિવસ પહેલા શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરી હતી. આ અરજીની સુનાવણી આજે કરવામાં આવશે

શું નિર્ભયાના ગુનેગારોને કાલે સવારે ફાંસી આપવામાં આવશે કે નહીં? આના પર

સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. હકીકતમાં નિર્ભયાના દોષી

પવનકુમારે ફાંસીના ત્રણ દિવસ પૂર્વે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને

મૃત્યુદંડની સજા આજીવન કેદની સજામાં મૂકવાની માંગ કરી હતી. આ અરજીની સુનાવણી આજે

કરવામાં આવશે.

આ સાથે શનિવારે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં

રાષ્ટ્રીય માનવાધિકાર પંચને ચારેય દોષીઓની શારિરીક અને માનસિક સ્થિતિ જાણવા માટેના

નિર્દેશોની માંગ કરવામાં આવી હતી. આ વિશે સુનાવણી આજે પણ કરી શકાય છે.

ડેથ વોરંટ બંધ કરવાની માંગ

સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટ ઉપરાંત પટિયાલા હાઉસ કોર્ટ આજે નિર્ભયાના

દોષિતોની અરજી પર સુનાવણી કરશે. હકીકતમાં નિર્ભયાના દોષી અક્ષય અને પવનએ ડેથ વોરંટ પર સ્ટેની માંગણી સાથે કોર્ટમાં અરજી કરી હતી. અદાલતમાં નિર્ભયાના દોષી પવને દલીલ કરી હતી કે તેમણે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન લગાવી છે. જેથી તેની ફાંસી પર રોક લગાવવી જોઇએ.

પાંચ ન્યાયાધીશોની બેંચ સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી, ન્યાયાધીશ

એન. વી. રમન્નાની નેતૃત્વ હેઠળ જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ

નરીમન, જસ્ટિસ ભાનુમતી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચમાં થશે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે

ત્રણ નિર્ભયા દોષિતો અક્ષય, વિનય અને મુકેશની ઉપચારાત્મક અરજીને ફગાવી દીધી હતી.

Next Story