Connect Gujarat
Featured

રાજ્યના ના. મુખ્યમંત્રી નીતિન પટેલ આવ્યા લોકોની વ્હારે, લોકડાઉનમાં હિજરત કરતા લોકો માટે કરી બસની વ્યવસ્થા

રાજ્યના ના. મુખ્યમંત્રી નીતિન પટેલ આવ્યા લોકોની વ્હારે, લોકડાઉનમાં હિજરત કરતા લોકો માટે કરી બસની વ્યવસ્થા
X

કોરોના વાઇરસના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સંબોધન કરીને સમગ્ર દેશમાં 21 દિવસ માટે લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. જેથી જીવ જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદી માટે લાંબી કતારો શરૂ થઇ છે, ત્યારે ગુજરાતમાં મજૂરી કરતા અને રોજેરોજ કામ કરીને કમાતા લોકોને હિજરત કરવાનો વારો આવ્યો હતો.

રાજ્યભરમાં લોકડાઉનના કારણે તમામ વાહન વ્યવહાર બંધ હોવાથી હિજરત કરનારા લોકોને વાહનો મળતાં નથી, ત્યારે ગાંધીનગરના રસ્તા ઉપર શ્રમિકો રાજસ્થાન તરફ જઇ રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. જેમાં હિઝરત કરતાં લોકો પગપાળા બોર્ડર તરફ જવા નીકળ્યા હતા, ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તેમના માટે બસની વિશેષ વ્યવસ્થા કરી હતી. હજારોની સંખ્યામાં ગાંધીનગરથી ચિલોડા, હિંમતનગર હાઇવે સુધી શ્રમિકો રસ્તા ઉપર વ્યવસ્થાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજસ્થાન બોર્ડર સુધી બસની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત રાજસ્થાન બોર્ડરથી શ્રમિકોને તેમના ઘર સુધી પહોંચાડવા માટેની જવાબદારી રાજસ્થાન સરકારે લીધી છે.

Next Story