Connect Gujarat
સમાચાર

બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર સાતમી વખત લેશે શપથ

બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર સાતમી વખત લેશે શપથ
X

બિહારના મુખ્યમંત્રી તરીકે સાતમી વખત નીતિશ કુમાર લેશે શપથ. આજે સાંજે સાડા ચાર કલાકે શપથવિધિ સમારોહ યોજાશે. રવિવારે જેડીયુના અધ્યક્ષ નીતીશ કુમારે રાજ્યપાલને મળી બિહારમાં નવી સરકારની રચના માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતે.

આ પહેલા પટનામાં એનડીએની બેઠક યોજાઈ હતી. જેમાં નીતીશ કુમારને NDAના ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા. ભાજપના નેતાઓના આગ્રહ બાદ મુખ્યમંત્રી પદ સ્વીકાર્યુ હોવાનો નીતીશ કુમારે દાવો કર્યો છે. જો કે નીતિશ કુમારની સાથે બે નાયબ મુખ્યમંત્રી શપથ લે તેવી શક્યતા છે. રેણુદેવી અને તારકિશોર પ્રસાદ નાયબ મુખ્યમંત્રીનો પદભાર સંભાળે તેવી શક્યતા છે.

આ બન્ને નેતાઓને સુશીલ મોદીએ ટ્વીટ કરી શુભકામનાઓ પણ પાઠવી હતી. તો ભાજપના વિધાનમંડળના નેતા તરીકે તારકિશોર પ્રસાદની વરણી કરાઈ છે જ્યારે રેણુ દેવીની વિધાનમંડળના ઉપનેતા તરીકે વરણી કરાઈ છે.

સુશીલ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, પાર્ટી તેમને આગળ જે જવાબદારી સોંપશે તે સ્વિકારશે, પોતાના ટ્વીટમાં તેમણે કહ્યું કે, ભાજપ અને સંઘ પરિવાર મને 40 વર્ષોની રાજકિય જીવનમાં એટલું આપ્યું કે કદાચ અન્ય કોઈ પાસેથી નહી મળ્યું હોય. આગળ પણ જે જવાબદારી મળશે તે નિભાવિશ. કાર્યકર્તાનું પદ તો કોઈ છીનવી શકે નહી.

Next Story