ધોરણ 10 અને 12ની પરીક્ષાનો અભ્યાસક્રમ ઓછો થયો, પરંતુ JEE અને NEETમાં આખા પુસ્તકમાંથી પ્રશ્નો પૂછાવામાં આવશે

CBSE બોર્ડ પરીક્ષાઓ 2021ના અભ્યાસક્રમમાં કાંપ બાદ આ વર્ષે યોજાનારી NEET અને JEEની મુખ્ય પરિક્ષાનો અભ્યાસક્રમ અંગે વિધ્યાર્થીઓમાં મૂંઝવણ જોવા મળી રહી છે. ગતરોજ સોમવારે કેન્દ્રિય શિક્ષણ પ્રધાન ડો. રમેશ પોખરીયાલ નિશ્ંકે વિધ્યાર્થીઓ સાથે ઓનલાઈન ચર્ચા કરી હતી.
આ વાતચીતમાં તેમણે જણાવ્યુ હતું કે આ વર્ષે 10 અને 12ની પરીક્ષાઓ ઘટાડેલા અભ્યાસક્રમ મુજબ થશે પરંતુ આગામી NEET અને JEEની મુખ્ય પરીક્ષા વિસઝે જણાવતા કહ્યું કે બંને પરીક્ષાઓના અભ્યાસક્રમ અંગે કોઈ ચર્ચા નથી થઈ એટલે કે આ પરીક્ષાઓનો અભ્યાસક્રમ ઓછો થયો નથી.
શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ બંને પરીક્ષાઓમાં પ્રશ્નો આખા અભ્યાસક્રમ માંથી પૂછવામાં આવશે. શિક્ષણ મંત્રી કેન્દ્રિય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સાથે વેબીનાર રાખતા હતા તે જ સમયે એક વિદ્યાર્થીએ આ મુદ્દે પ્રશ્ન કર્યો. આવી સ્થિતીમાં હવે વિદ્યાર્થીઓએ JEE 2021 અને NEET 2021 માટે સંપૂર્ણ અભ્યાસક્રમની તૈયારી કરવાની રહેશે.
CBSEએ કોરોના રોગચાળાને કારણે 10 અને 12ની પરિક્ષાનો અભ્યાસક્રમ ઘટાડયો છે. આવી સ્થીતીમાં આ વર્ષે નીટ અને ઝી મુખ્યની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓમાં મૂંઝવણની સ્થિતી હતી જો કે શિક્ષણ મંત્રીના જવાબથી આ મૂંઝવણ દૂર થઈ છે.
બીજી તરફ કોચિંગ સંસ્થાઓ અને JEE, NEET પરિક્ષાની તૈયારી કરી રહેલા શિક્ષકોનું કહેવું છે કે CBSEએ અભ્યાસક્રમ અંગેની પરિસ્થિતી સ્પષ્ટ કરવી જોઈએ કારણ કે આ બંને પરીક્ષાઓનો આધાર 12મો અભ્યાસક્રમ છે.