Connect Gujarat
ગુજરાત

વાહનમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવા નહીં જવું પડે RTO કચેરી

વાહનમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવા નહીં જવું પડે RTO કચેરી
X

સોસાયટીઓ કચેરી દ્વારા સોસાયટી કે વસાહતમાં થશે કેમ્પ, સોસાયટીએ આપવો પડશે લેટર.

રાજ્યભરમાં વાહન ધારકોને હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવા માટે આરટીઓ કચેરી સુધી ધક્કા ખાવાપડતા હતા. હવે વાહન ધારકો માટે રાહતનાં સમાચાર સામે આવ્યા છે. જેમાં વાહન માલિકોએ આરટીઓની કચેરી સુધી લંબાવું નહીં પડે. હવેથી આરટીઓના કર્મચારીઓ ઘરે આંગણે આવીને નંબર પ્લેટ લગાવી જશે. આરટીઓ દ્વારા સોસાયટીઓ, એપાર્ટમેન્ટ્સ, સરકારી વસાહતો કે પછી જાહેર સ્થળોએ કેમ્પ યોજીને હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ્સ લગાવી આપવામાં આવશે.

જોકે આરટીઓનાં કર્મચારીઓ નંબર પ્લેટ લગાવવા માટે હવે ઘર આંગણે કે સોસાયટીએ આવે તે પહેલા તમારે એક પ્રકિયામાંથી પસાર થવું જરૂરી છે. તેના માટે સોસાયટી કે વસાહતના સેક્રેટરીએ ઓથોરિટી લેટર આરટીઓને મોકલાનો રહેશે. ત્યારબાદ આરટીઓ કચેરી તરફથી નિયત સોસાયટી કે વસાહતને નક્કી તારીખ આપવામાં આવશે. નિયત તારીખે જે તે સોસાયટીના વાહનોની જૂની નંબર પ્લેટ બદલીને નવી હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ આરટીઓના કર્મચારીઓ લગાવી આપશે. આરટીઓ કચેરી ઉપર થતી ભીડ અને વાહનના માલિકોનો સમય બન્નેનો આ નિર્ણયથી બચાવ થશે.

આ અંગે રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે સોસાયટીઓ, સરકારી વસાહતો, એપાર્ટમેન્ટ અથવા જાહેર સ્થળો પર યોજવામાં આવનાર કેમ્પમાં નવી નંબર પ્લેટ લગાવવા માટે આરટીઓ તરફથી નક્કી કરેલો ચાર્જ જ વસૂલ કરી શકાશે. તેનાથી ઉપરની કોઈપણ રકમ કે વધારાનો ચાર્જ વસુલ કરવામાં આવશે નહીં.

Next Story