ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત સુનસર ધોધની મઝા માણવા ઉમટ્યા સહેલાણીઓ

0
109

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુનસર ગામે ધરતી માતાના મંદિરે ડુંગર ઉપરથી કુદરતી ધોધ વહે છે. આ કુદરતી ધોધ નો નજારો માણવા દૂર દૂર થી સહેલાણીઓ ઉમટી પડે છે. ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે સુનસર ધોધ ખૂબ પ્રચલિત છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડાની પશ્ચિમે ૭ કિલોમીટર દૂર સુનસર ગામ આવેલું છે. સુનસર ગામે અરવલ્લીની ગિરિમાળા પાસે ધરતી માતાનું મંદિર છે. ત્યાં ઊંચે ડુંગર પરથી દર ચોમાસામાં કુદરતી ધોધ વહે છે. ચોમાસાની શરૂઆત થયા બાદ ૬ થી ૭ ઇંચ જેટલો વરસાદ પડે છે. ત્યારે ડુંગર ઉપરનું તળાવ ભરાય છે અને તળાવનું ઓવર ફ્લો થયેલ પાણી ડુંગરના પથ્થરોની વચ્ચે થયેલ કુદરતી રચનાથી ધોધ સ્વરૂપે નીચે વહે છે. ૫૦૦ ફૂટ જેટલી ઊંચાઈએથી પડતો ધોધ જાણે કુદરતના ખોળેથી અલૌકીક ઝરણું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં આવતા જ જાણે કાશ્મીરમાં આવ્યા હોઈએ એવો અહેસાસ થાય છે. એક તરફ ધરતી માતા મંદિર અને બીજી તરફ ડુંગર પરથી વહેતો ધોધ આવા નયન રમ્ય દ્રશ્યો અને ધોધ માં ન્હાવાની મજા માણવા દૂર દૂર થી સહેલાણીઓ ઉમટી પડે છે. આખા ઉત્તર ગુજરાત માંથી મહેસાણા અમદાવાદ ગાંધીનગર થી યુવાનો,યુવતીઓ,મહિલાઓ વૃદ્ધો સહિત તમામ લોકો આ ધોધની મજા માણવા ઉમટી પડે છે.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here