Connect Gujarat
ગુજરાત

હવે તો “લાકડા ચોર”ને ઝડપીને જ રહીશું : સુરતના માંડવીમાં વન વિભાગે ફોજ તૈનાત કરી

હવે તો “લાકડા ચોર”ને ઝડપીને જ રહીશું : સુરતના માંડવીમાં વન વિભાગે ફોજ તૈનાત કરી
X

સુરતના માંડવી વિસ્તારમાં અંધારનો લાભ લઈ લાકડાની હેરફેરીનો

કિસ્સો સામે આવ્યો છે. બે દિવસ

પહેલા માંડવી વનવિભાગના અધિકારીઓ માંડવી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે

દરમિયાન ફેદરિયા ચોકડી પાસેથી લાકડા ભરેલ ટેમ્પો પસાર થયો હતો. આ ટેમ્પાનો વનવિભાગની ટીમે પીછો કરી ફિલ્મી ઢબે

દઢવાડાથી પકડી પાડ્યો હતો. જોકે

અંધારાનો લાભ લઇ ડ્રાઇવર ભાગી ગયો હતો.

આરોપીના ઘરના સરનામાના આધારે 45 જેટલા અધિકારીઓ પહોચ્યા

સમારકૂવામાં

વનવિભાગની

ટીમે લાકડા અને ગાડીનો કબ્જો લઈ આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી દીધી હતી.તપાસ

દરમિયાન વનવિભાગને આરોપીના ઘરનું સરનામું મળતા વનવિભાગના દક્ષિણ રેન્જના અધિકારી

ઉ.ડી.રાઉલજી તથા ઉત્તર રેન્જના અધિકારી કમલેશ ચૌધરી મળી, બન્ને વિભાગના 45 જેટલા કર્મચારીઓની ફોજે સામરકૂવામાં ધામા નાખ્યા હતા. શોધખોળની

તપાસ દરમિયાન અધિકારીઓની ટીમ

પહોંચે એ પહેલાં જ

આરોપી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

Next Story