Connect Gujarat

NSG અને અઝહર પર પ્રતિબંધ અંગે ન્યૂઝીલેન્ડ ભારતના તરફેણમાં

NSG અને અઝહર પર પ્રતિબંધ અંગે ન્યૂઝીલેન્ડ ભારતના તરફેણમાં
X

ન્યુક્લિયર સપ્લાયર્સ ગૃપમાં ભારતની એન્ટ્રી અને આતંકવાદી મસૂજ અઝહરને સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિત આતંકવાદીની યાદીમાં સમાવેશ કરવા માટે ભારતને ન્યૂઝીલેન્ડ તરફથી પોઝીટીવ સંકેત મળ્યા છે.

ભારતના પ્રવાસે આવેલા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જોન કી સાથે બુધવારની ચર્ચા વિચારણા બાદ વડાપ્રધાન મોદીએ ન્યુક્લિયર સપ્લાયર્સ ગૃપમાં ભારતની મેમ્બરશીપ પર વિચાર કરવા માટે ન્યૂઝીલેન્ડના હકારાત્મક અભિગમના વખાણ કર્યા હતા.

ન્યૂઝીલેન્ડે ચીન, આયર્લેન્ડ અને ઓસ્ટ્રિયા સહિત જે દેશોએ પરમાણુ સંધિ પર હસ્તાક્ષર નથી કર્યા તેમના આ ગૃપમાં સમાવેશ બદલ સવાલ ઉઠાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ચીને જૈશ-એ-મહોમ્મદના વડા મસુદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિત યાદીમાં સમાવેશ કરવા માટે ડિસેમ્બર સુધી મનાઇ કરી છે.

ન્યૂઝીલેન્ડ સંયુક્ત રાષ્ટ્ર તરફથી પ્રતિબંધ લગાવનાર કમિટીનું ચેરમેન છે. મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સાથે છે.

Next Story
Share it