Connect Gujarat
ગુજરાત

NSS યુનિટ, SVIT વાસદ દ્વારા કરાઇ વર્લ્ડ વોટર-ડેની ઉજવણી

NSS યુનિટ, SVIT વાસદ દ્વારા કરાઇ વર્લ્ડ વોટર-ડેની ઉજવણી
X

એન.એસ.એસ.યુનિટ, એસ. વી. આઈ. ટી. વાસદ દ્વારા આજે વર્લ્ડ વોટર-ડેની ઉજવણી કરવામાં આવી હતી. આજે જ્યારે વિશ્વમાં પીવાના પાણીની ખૂબ અછત વર્તાઇ રહી છે ત્યારે આપણે પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરીને તેનું કઈ રીતે જતન કરી શકીએ કે જેથી કરીને આપણા આવનાર સમયમાં અને આપણી આવનાર પેઢીને શુધ્ધ પીવા યોગ્ય પાણીની કોઇ તકલીફ ઊભીના થાય.

વર્લ્ડ વોટર-ડે નિમિત્તે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એમ. ખાનસર (રીટાર્યડ. એજ્યુકેટીવએન્જિનિયર, ગેરી, વડોદરા)દ્વારા વિદ્યાર્થીઓને પાણી વિશેની તલસ્પર્શી જાણકારી આપવામાં આવી હતી. પીવાના શુદ્ધ પાણીની જે અછત આજે વિશ્વસ્તરે વર્તાઇ રહી છે તેનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે વિષય પર વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી. ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી કેવી રીતે થઈ છે તેની માહિતીની સાથે નર્મદા ડેમની સંપૂર્ણ માહિતી આપી હતી.

આ પ્રસંગે કોલેજના એન.એસ.એસ.ના વોલેન્ટિયર્સ, અન્ય વિદ્યાર્થીઓ ઉપરાંત રાજુપુરા ગામના સ્કૂલના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો.પ્રોફેસર ડૉ.એમ.એન. ત્રિવેદીના હસ્તે એમ ખાનસર ને મોમેન્ટો આપી આભાર માનવામાંઆવ્વ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ.ના વોલેન્ટિયર રાહુલ ચૌહાણ દ્વારા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર વિકાશ અગ્રવાલના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પાણીનો બગાડ નહીં કરીએ અને તેનું જતન કરીશું એવી પ્રતિજ્ઞા લીધી હતી.કાર્યક્રમમાં એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ, સેક્રેટરી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ દિપકભાઈ પટેલ, કેમ્પસડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. ડીપી. સોની અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Next Story