Connect Gujarat
Featured

ઓલપાડ : પોસ્ટ ઓફિસમાં ચાર દિવસથી જામી રહી છે યુવતીઓની ભીડ, જુઓ શું છે ઘટના

ઓલપાડ : પોસ્ટ ઓફિસમાં ચાર દિવસથી જામી રહી છે યુવતીઓની ભીડ, જુઓ શું છે ઘટના
X

ઓલપાડની પોસ્ટ ઓફીસમાં સરકારી યોજનાના ફોર્મ ને રજીસ્ટર એડી કરવા માટે ચાર દિવસથી યુવતીઓની કતાર જોવા મળી રહી છે.

દ્રશ્યોમાં જે મહિલાઓ ની કતાર દેખાય રહી છે એ સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાની મુખ્ય પોસ્ટ ઓફીસની છે. આ મહિલાઓ અને યુવતીઓ પોસ્ટ ઓફીસમાંથી દિલ્હીના સરનામે રજી.એડી કરી રહી છે. છેલ્લા ૪ દિવસ થી ઓલપાડ તથા આસપાસ ના ગામ ની મહિલાઓ વહેલી સવાર થી પોસ્ટ ઓફીસ પર રજી.એડી કરવા આવી લાઈનમાં ઉભી રહી જાય છે જોકે આ મહિલાઓ અને યુવતીઓ શેની રજી.એડી.કરી રહી છે એ આ યુવતીઓના મોઢે થી સાંભળીયે.

ઓલપાડ તથા આજુબાજુ ના વિસ્તાર માં છેલા કેટલાક સમય થી એક હિન્દી ભાષામાં છપાયેલું બેટી બચાવો બેટી પઢાવો પ્રધાન મંત્રી યોજના વાઈરલ થયું છે અને આ ફોર્મ ભરવાથી ૮ વર્ષ થી લઇ ૨૨ વર્ષ સુધી ની યુવતીઓના ખાતામાં ૨ લાખ રૂપિયા જમા થઇ જવાની વાત છે. હાલ તો આ ફોર્મને લઇ સ્થાનિક પોસ્ટ માસ્તર અને સરપંચ પણ તોબા પોકારી ઉઠયાં છે.

ફોર્મ સાથે આ મહિલાઓ ના આધાર કાર્ડ ,ચુંટણી ઓળખ કાર્ડ ,પાન કાર્ડ ,રેશન કાર્ડની કોપી તેમજ બેંક ની ડીટેલ પણ માંગવામાં આવી રહી છે અને આ મહિલાઓ રજી.એડી થી મોકલાવી રહી છે. પણ વહીવટીતંત્ર આવી કોઇ જ યોજના નહિ હોવાની સ્પષ્ટા કરી રહયું છે.

Next Story