Connect Gujarat
Featured

વડાપ્રધાન મોદી આ તારીખે કરશે ‘મન કી બાત’, તમે પણ આ રીતે મોકલી શકો છો સૂચનો

વડાપ્રધાન મોદી આ તારીખે કરશે ‘મન કી બાત’, તમે પણ આ રીતે મોકલી શકો છો સૂચનો
X

કોરોના સંકટની વચ્ચે વડાપ્રધાન મોદી આ મહિનાની 31 તારીખે ‘મન કી બાત’ કરશે. પોતાના રેડિયો કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે વડાપ્રધાન મોદીએ જનતા પાસે સૂચનો માગ્યા છે. વડાપ્રધાને આ વિશે ટ્વીટ કર્યુ અને લોકોની પાસે સૂચનો માટે અપીલ કરી છે. તેના માટે તમે 1800-11-7800 પર સંદેશ રેકોર્ડ કરીને મોકલી શકો છે. સાથે જ નમો એપ પર પણ મોકલી શકો છો.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના મહાસંકટની વચ્ચે વડાપ્રધાન મોદીની આ ત્રીજી ‘મન કી બાત’ હશે. જે તે લોકડાઉનમાં જ સંબોધિત કરશે. આ પહેલા વડાપ્રધાન મોદી માર્ચ, એપ્રિલ મહિનામાં દેશવાસીઓ સાથે વાત કરી ચૂક્યા છે. ત્યારે દેશમાં લોકડાઉન 4ની જાહેરાત થઈ ચૂકી છે, જે 31 મે સુધી લાગૂ રહેશે.

વડાપ્રધાન મોદી તે દિવસે ‘મન કી બાત’માં કોઈ નવી જાહેરાત પણ કરી શકે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ આ પહેલા લોકડાઉન 1 અને 2ની જાહેરાત દેશને સંબોધિત કરીને કરી હતી. ત્યારબાદ લોકડાઉન 3 અને 4ની જાહેરાત ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી.

Next Story