Connect Gujarat
દેશ

8 ફેબ્રુઆરીના રોજ દિલ્હીની જનતા નક્કી કરશે કે, કોના માથે પહેરાવવો દિલ્હીનો તાજ

8 ફેબ્રુઆરીના રોજ દિલ્હીની જનતા નક્કી કરશે કે, કોના માથે પહેરાવવો દિલ્હીનો તાજ
X

દિલ્હી વિધાનસભાની 70 સીટો માટે 8 ફેબ્રુઆરીના રોજ

મતદાન યોજાશે ત્યારે ગુરુવારે સાંજે 5 કલાકે ચૂંટણીના

પ્રચાર પડઘમ શાંત થઇ ગયા હતા. હવે મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીના 48 કલાક સુધી કોઈપણ રાજકીય દળ કે ઉમેદવાર ચૂંટણી

પ્રચાર કરી શકશે નહિ. AAP, BJP અને NCP ના ધરખમ ચુટણી પ્રચાર બાદ 11 ફેબ્રુઆરીના રોજ ખબર પડશે કે દિલ્હીની જનતા દિલ્હીનો તાજ કોના

શિરે આપશે.

ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભરપૂર તાકાત

સાથે પ્રચાર કર્યો છે. ભાજપે યોગી આદિત્યનાથ, વિજય રૂપાણી, શિવરાજસિંહ ચૌહાણ, નીતીશ કુમાર

સહિતના સ્ટાર પ્રચારકોને મેદાનમાં તો ઉતાર્યા હતા પરંતુ વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના અધ્યક્ષ જેપી

નડ્ડાએ પણ ધૂંઆધાર રેલી કરી હતી અને નુક્કડ સભાઓ પણ ગજાવી હતી.

આમ આદમી પાર્ટી તરફથી પ્રચારનો કમાન હાલના

પાર્ટીના મુખ્ય અને પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સંભાળી હતી. આપ માટે મનીષ

સીસોદીયા, સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ, સત્યેન્દ્ર જૈન અને અમાનતુંલ્લાહ ખાન જેવા ચહેરાઓએ

પણ ધુરંધર પ્રચાર કરીને વોટ માંગ્યા છે. આમ આદમી પાર્ટીએ પોતાની ચૂંટણીની તૈયારી

બહુ જ પહેલા શરુ કરી દીધી છે. હવે એ જોવું પડશે કે તેમની મહેનતનું ફળ 11 જાન્યુઆરીના રોજ જીતેલી સીટની જેમ સામે આવે

છે નહિ.

આવતીકાલે દિલ્હી

વિધાનસભાની ચૂંટણીઓ માટે તમામ તૈયારીઓ ચાલુ છે. ચૂંટણી પંચે વરિષ્ઠ

નાગરિકો માટે ખાસ પોસ્ટલ બેલેટ સુવિધા અને પીક એન્ડ ડ્રોપ સુવિધાની વ્યવસ્થા કરી

છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મત મેળવવા માટે છેલ્લા પ્રયાસ કર્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાનના મુદ્દાઓ મુખ્યત્વે નાગરિકતા સુધારો અધિનિયમ, બેરોજગારી, પ્રદૂષણ

અને શુધ્ધ પાણીને લગતા હતા.


દિલ્હીમાં આશરે 1 કરોડ 47 લાખ મતદારો છે જે બધા ઉમેદવારોનું રાજકીય ભાગ્ય નક્કી કરશે. લોકોએ પોતાનો મત આપવા માટે કુલ 13,750 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન, ત્રીસ

હજારથી વધુ બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. પોલિંગ બુથની

સુરક્ષા માટે આશરે ચાલીસ હજાર પોલીસ કર્મચારીઓ અને સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળની

અનેક ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, 19,000 હોમગાર્ડ્સ મતદાન મથકો અને પરિસરની

સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. મતદાન કર્મચારીઓ અને અન્ય લોકોને સમયસર

તેમના લક્ષ્યસ્થાન પર પહોંચવા માટે સુવિધા આપવા દિલ્હી મેટ્રોની સેવાઓ આવતીકાલે

સવારે 04:00 વાગ્યે શરૂ થશે.

Next Story