આજે ૧૩ ઓગસ્ટ ભારત ઓર્ગન ડોનેશન ડે તરીકે ભરૂચ જાયન્ટ ગ્રુપ દ્વારા કરાઇ ઉજવણી

29

ભારત સરકાર દ્વારા ૧૩ ઓગસ્ટ ઓર્ગન ડે તરીકે મનાવવા માં આવી રહ્યું છે. ત્યારે ભરૂચ માં પણ જાયન્ટ ગ્રુપ સાથે વિવિધ સંસ્થાનો અને શાળાઓના લોકોએ માનવ સાંકળ બનાવી હતી.

આ માનવ સાંકળ બનાવી લોકોમાં જાગૃતિ આવે અને જે વ્યક્તિઓના બ્રેઇનડેડ થયા હોય તેવા વ્યક્તિઓના ઓર્ગન જેમકે આંખો, હ્રદય,બ્લડ અને બીજા અંગો નું દાન કરી જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઉપયોગી થાય અને કોઈકનું જીવન નિર્માણ થાય તેવા ઉદ્દેશ સાથે ભરૂચ પાંચબત્તી,સ્ટેશન,શક્તિનાથ સર્કલો પર માનવ સાંકળ બનાવી લોકોને ઓર્ગેનિક દાન માટેની  માહિતી પૂરી પાડી હતી.

LEAVE A REPLY