Connect Gujarat
દેશ

અનુરાગ ઠાકુરને ઓવેસીનો પડકાર, કહ્યું - જ્યાં બોલાવો, ત્યાં આવવા તૈયાર, મારો મને ગોળી

અનુરાગ ઠાકુરને ઓવેસીનો પડકાર, કહ્યું - જ્યાં બોલાવો, ત્યાં આવવા તૈયાર, મારો મને ગોળી
X

મોદી સરકારમાં નાણા

રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરના દેશના ગદ્દારોને ગોળી મારવાના નિવેદન

પર બબાલ થોભવાનું નામ નથી લઈ રહી. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલીમિન (AIMIM) ના વડા અસદુદ્દીન

ઓવૈસીએ અનુરાગ ઠાકુરના બહાને સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું

હતું. ઓવૈસીએ કહ્યું કે તમે જ્યાં બોલાવો ત્યાં આવવા તૈયાર, મારો મને ગોળી.

અગાઉ અસદુદ્દીન

ઓવૈસી મુંબઇમાં નાગરિકત્વ કાયદા વિરુદ્ધ જારી વિરોધ પ્રદર્શનમાં પહોંચ્યા હતા. આ

કાર્યક્રમમાં ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે વડા

પ્રધાન નરેન્દ્ર મોદી નાગરિકત્વ કાયદા અંગે લોકોની સામે જૂઠું બોલી રહ્યા છે.

ઓવૈસીએ કહ્યું, 'વડા પ્રધાન એનપીઆર

અને એનઆરસી પર ખોટું બોલે છે. હું વડા પ્રધાનને પડકારું છું. રાહુલ ગાંધી અથવા

મમતા બેનર્જી સાથે ચર્ચા ન કરો. મારી સાથે ચર્ચા કરો તમે મારા પ્રશ્નોના જવાબ આપી

શકશો નહીં.

'મંત્રીનું નહીં વડા પ્રધાનનું નિવેદન'

અસદુદ્દીન ઓવૈસી

અહીંથી અટક્યા નહીં. તેમણે કહ્યું કે અત્યાચાર અને ધમકીઓવાળા આ નિવેદનો કોઈ

મંત્રીના હોઈ શકે નહીં. આની પાછળ કોઈની વિચારસરણી છે. તે બીજો કોઈની નહીં પરંતુ ભારતના વઝિર-એ-આઝમની છે.

28 ટકા લોકો પાસે જન્મ પ્રમાણપત્ર નથી

અસદુદ્દીન ઓવૈસીએ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા અને

રાજ્યમાં સીએએ, એનઆરસી અને એનપીઆર લાગુ નહીં કરવા અનુરોધ કર્યો

હતો.

ઓવૈસીએ કહ્યું કે

આદિવાસી લોકો સહિત ઘણા ગરીબ લોકો છે જેમની પાસે જન્મ પ્રમાણપત્ર નથી. હકીકતમાં, તાજેતરના રાષ્ટ્રીય સ્વસ્થ્ય સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે 28%

ભારતીયો પાસે જન્મ પ્રમાણપત્ર નથી.

Next Story