Connect Gujarat
બ્લોગ

નાપાક પાકિસ્તાન કા : યે નારા થા “હમેં કશ્મીર ચાહિયે, કશ્મીર કે પંડિતો કે બગૈર કશ્મીર કે પંડિતો કી ઔરતો કે સાથ” ઋષિ દવે

નાપાક પાકિસ્તાન કા : યે નારા થા “હમેં કશ્મીર ચાહિયે, કશ્મીર કે પંડિતો કે બગૈર કશ્મીર કે પંડિતો કી ઔરતો કે સાથ”  ઋષિ દવે
X

આંતરરાષ્ટ્રીય વિશ્લેષક શ્રી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ ભારતીય વિચાર મંચ, ભરૂચમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પી.ડી.શ્રોફ રોટરી હોલમાં રવિવાર, તા. ૭ મી એપ્રિલની રાતે પધાર્યા.

ખીચોખીચ હોલમાં ગુજરાત ભારતીય વિચાર મંચના અધ્યક્ષ કૈલાશજી એ અને ભરૂચના વિજયભાઈએ ભારતીય વિચાર મંચની પ્રવૃતિ અને શ્રોતાનો વિસ્તૃત પરિચય આપ્યો હતો. અધ્યક્ષ હરીશ જોષીની ઉપસ્થિતિમાં પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા.

સાંજે ૫ કલાકે ૫૭ મિનિટે વક્તા શ્રી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ પોડિયમ પર આવ્યા હિન્દુ ટેરર, થોટ ઓન પાકિસ્તાન, એટ હોમ ઈન ઈન્ડિયા ધ મુસ્લિમ સાગા ત્રણ પુસ્તકો વાંચવા ભલામણ કરી.

તા. ૨ જી ડિસેમ્બર, ૨૦૧૭ એમણે ૪૦ વર્ષના અનુભવ બાદ નિવૃતિ લઈ સક્રિય એવા થયા કે દેશભરમાં દેશભક્તિથી મશાલ પ્રગટાવે છે. ૧૪ મી મે ૧૯૫૪ લાહોર પ્રેસ ક્લબમાં પાકિસ્તાને પત્રકારે એમને કહ્યું તમને ખબર છે ૩૫ A’ આર્ટીકલ આપના (ભારતના) સંવિધાનમાં છે. મેં એની શોધ શરૂ કરી, કાયદા વિશેજ્ઞોએ મને કહ્યું, ‘તુમ પાગલ હો ગયે મેં શોધ ચાલુ રાખી.

શેખ અબ્દુલ્લાના દબાણને વશ થઈને ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ ના નકાર હોવા છતાં એક આર્ટીકલ ઉમેરાવ્યો.

કાશ્મીરી પ્રજાને એને લાગુ કરવાની સાલ ૧૯૪૪ લખવામાં આવી.

૧૯૪૦ લાહોર પાકિસ્તાન બનવાનું. સિયાલકોટ-જમ્મુ ટ્રેન શરૂ થઈ. આ ત્રણ વર્ષમાં જે લોકો આવ્યા એ પંચાવન સો પરિવાર, જેમાં ૨૦૦ % હિન્દુ હતા. ૩૫ ધારા જમ્મુની નાગરિકતા આપવી કે નહિ એ નક્કી કરે. ૭ લાખ ૫૦ હજાર ને જમ્મુ-કશ્મીર સંવિધાન ન જમીન આપે, ન વેપાર ધંધો, ન નોકરી, કે ન મતાધિકાર. એ લોકોને ઘર નહિ, એટલે રસ્તા પર રહે.

૧૯૫૭ જમ્મુ-કશ્મીર સફાઈ કર્મચારીઓની હડતાલ પડી. બક્ષ ગુલામ મહોમદ સાહેબે એમેને અમૃતસર, પઠાનકોટ હિન્દુ-દલિત ૨૦૦ વાલ્મીકિઓને નાગરીકતા આપવાનું કહી કામે લગાડ્યા. ૧૯૫૭ માં કરેલો આ વાયદો ૨૦૦૯ સુધી વિધાનસભામાં પસાર થયો નથી.

૬.૭.૮.૯.૧૦. એક્ષક્લુઝીવ રીપોર્ટ ઓર્ડર માં બે લાખ ૫૦ હજાર સફાઈકામની નોકરી કરે છે, તેમના સંતાન, MBA, ડૉક્ટર, એન્જીનીયર્સ હોવા છતાં.

તા ૮મી ડિસેમ્બર ૧૯૮૯ વી.પી. સિંહ વડાપ્રધાન થયા, મહેબૂબા વાલાદ સાહબ ગૃહમંત્રી બન્યા.

તા. ૧૯ મી જાન્યુઆરી ૧૯૯૦ સાડા પાંચ લાખ હિન્દુ પંડિતોને મારી નાખવામાં આવ્યા, ક્યાં તો કશ્મીર છોડવા મજબૂર કરવામાં આવ્યા. ત્યારે નારો હતો :

હમેં કશ્મીર ચાહિયે, કશ્મીર કે પંડિતો કે બગૈર

કશ્મીર પંડિતો કી ઔરતો કે સાથ.”

૨૧ મી ઓક્ટોબર ૧૯૪૩ યુનાઈટેડ ભારત સાથે નાસિકમાં કરાર થયા પ્રમાણે ભારતને આઝાદી મળી.

૧૫ મી ઓગષ્ટ ૧૯૪૭ સ્વતંત્ર દિન છે જ નહિ.

એટલે જ નમો એ લાલકિલ્લા પર આ વખતે ૨૧ મી ઓક્ટોબર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. આ વાત અમે નમોને રૂબરૂ મળીને દસ્તાવેજ સાથે સમજાવી છે.

૧૫ મી ઓગષ્ટ ૧૯૪૭ એ ટ્ર્રાન્સફર ઓડ પાવર કર્યા હતા. કપીલકુમારે દિલ્હીમાં મ્યુઝીયમમાં આ બધા દસ્તાવેજ ફોટા સાથે મુક્યા છે.

તાસ્કંદ ફાઈલ નામે ફિલ્મ વિવેક અગ્નિહોત્રી એ બનાવી છે જે જરૂર જોજો. લાલ બહાદુર શાસ્ત્રીને સૌ સૌ સલામ !

ભરૂચ રોટરી હોલમાં પધારેલા જેટલા પ્રેક્ષકો હતા એમનામાં હિંમત નથી કે બીજેપી સિવાય બીજું કોઈ EVMમાં બટન દબાવે. જયહિંદ.

Next Story