Connect Gujarat
Featured

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પર પાકિસ્તાને કર્યો નવો દાવો

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પર પાકિસ્તાને કર્યો નવો દાવો
X

પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવ પર પાકિસ્તાનને નવો દાવો કર્યો છે કે કુલભૂષણ જાધવે પોતાની ફાંસીની સજા સામે રિવ્યૂ પિટીશન કરવાનો ઈનકાર કરી દીધો છે. પાકિસ્તાનના મીડિયા મુજબ જાધવે પોતાની પેન્ડિંગ દયા અરજી પર યથાવત રહેવાનો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાનના એડિશનલ એટર્ની જનરલ અહમદ ઈરફાને સાઉથ એશિયા ડીજી સાથે પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન જણાવ્યું હતું કે 17 જૂન 2020ના રોજ કુલભૂષણ જાધવને પોતાની ફાંસીની સજા અંગે રિવ્યૂ પિટીશન દાખલ કરવાનું કહ્યું હતું, પરંતુ તેણે પોતાની કાયદાકીય અધિકારીનો ઉપયોગ કરીને આવું કરવાનો ઈનકાર કરી દીધો. તેને બીજા કાઉન્સલર એક્સેસ આપવાનો પ્રસ્તાવ પણ અપાયો છે.

Next Story