Top
Connect Gujarat

પાલેજ-વલણ માર્ગના વિસ્તૃતિકરણ કામગીરીમાં અવરોધ સર્જાતા વલણના ગ્રામજનોમાં નારાજગી

પાલેજ-વલણ માર્ગના વિસ્તૃતિકરણ કામગીરીમાં અવરોધ સર્જાતા વલણના ગ્રામજનોમાં નારાજગી
X

કરજણ તાલુકાના વલણ ગામમાં વધી રહેલા વાહનોના પગલે પાલેજ-વલણ માર્ગ સાંકડો પડતો હોવાથી કરજણ-શિનોર બેઠકના યુવા ધારાસભ્ય અક્ષય પટેલે માર્ગના વિસ્તૃતિકરણ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા પાલેજ-વલણ માર્ગના વિસ્તૃતિકરણના કાર્યને મંજુરી મળતા ગ્રામજનોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. માર્ગ વિસ્તૃતિકરણનું કાર્ય ચાલી રહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા અક્ષય પટેલના હસ્તે ખાતમુર્હૂત કરાયા બાદ ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગુ પડતા માર્ગનું કાર્ય બંધ રહ્યું હતું. પરંતુ લોકસભાની ચૂંટણી પ્રક્રિયાના સમાપન બાદ માર્ગનું કાર્ય પુન: શરૂ કરાતાં પાલેજ નજીક રેલવેની બાજુમાં જેસીબી મશીનથી માર્ગ પહોળો કરવા માટે જગ્યા થઈ રહી હતી.

પરંતુ રેલવે તંત્રના અધિકારીઓ દ્વારા માર્ગની બાજુમાં વીસ ફુટ રેલવેની જગ્યા હોવાનું જણાવી માર્ગનું કાર્ય અટકાવાતા હાલ માર્ગનું કાર્ય ખોરંભે પડ્યું છે. જે સંદર્ભે વલણ ગ્રામ પંચાયત દ્વારા રેલવેના સંબંધિત અધિકારીઓને માર્ગનું કાર્ય પુન: શરૂ કરાય એ માટે પત્ર દ્વારા જાણ કરાઈ છે. ઘણા વર્ષો બાદ પાલેજ - વલણ માર્ગના વિસ્તૃતિકરણનું કાર્ય શરૂ થયું હતું પરંતુ હાલ આ કાર્ય અટકાવાતા વલણના ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

Next Story
Share it