Connect Gujarat
ગુજરાત

પાલેજઃ વરેડીઆ-સમની લીંક રોડની અધુરી કામગીરી સામે વાહન ચાલકોમાં ભારે રોષ

પાલેજઃ વરેડીઆ-સમની લીંક રોડની અધુરી કામગીરી સામે વાહન ચાલકોમાં ભારે રોષ
X

માર્ગની એકજ સાઈડ પર બે વાહનો સામસામે આવી જતા અકસ્માાતનો ભય પણ રહે છે.

ભરૂચ તાલુકાના વરેડીઆ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 થી નીકળી ટંકારીયા થઇને સમની સુધીનો પાકો માર્ગ બનાવવામાં આવ્યો છે. જે માર્ગની કામગીરી પૂર્ણતાને આરે હતી તેવામાં ચોમાસાનો પ્રારંભ થતાં માર્ગની કામગીરી કેટલીક જગ્યાએ અધુરી છોડી દેવામાં આવી છે. જેના કારણે વાહનચાલકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે.

વરેડીઆ ગામમાં પ્રવેશતા પ્રથમ નાળાનું કામ હજી સુધી અધુરુ છે. તથા માર્ગ બનાવવા માટે જરૂરી સામન ડામર કપચી વિગેરે જયાંથી લાવવામાં આવે છે. તેને જોડતા માર્ગની જગ્યાએ માર્ગના બન્ને ભાગ છુટા રહે છે. જેને પરિણામે વાહન ચાલકોને પોતાનું વાહન એક જ સાઈડ પર લાવવા મજબુર થવુ પડે છે.

કેટલીકવાર માર્ગની એકજ સાઈડ પર બે વાહનો સામસામે આવી જતા અકસ્માાતનો ભય પણ રહે છે. અને અકસ્માત પણ થવા પામ્યા છે. આવુ ન બને અને વાહન ચાલકોને સગવડ મળે તે માટે ભલે અત્યારે ચોમાસાને કારણે માર્ગની બનાવવાની કાર્યવાહી ન થઈ શકતી હોય તો પણ માર્ગની જાડાઈ મુજબ માર્ગ પણ પુરાણ કરી બન્ને સાઈડ પર વાહનો દોડી શકે એટલી કામગીરી હાલ તંત્ર દ્વારા કરાય એવી વાહનચાલકો દ્વારા માંગ ઉઠી છે.

Next Story