પલસાણા : સગીરાને પરણિત યુવાને બનાવી ગર્ભવતી : ગર્ભપાત કરનાર તબીબ સહિત 3ની ધરપકડ

પલસાણા તાલુકાના એક ગામની એક સગીરાને નજીક નાજ ભૂતપોર ગામના પરિણીત યુવકે ગર્ભવતી બનાવ્યા બાદ સગીરાનાં પરિવારની જાણ બહાર ગર્ભપાત પણ કરાવી નાખ્યું અને ભ્રુણ ને સળગાવી પણ દીધું હતું. પરંતુ આખરે સમગ્ર ઘટનાંની જાણ થતા સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી અને ડોક્ટર સહીત ૩ આરોપીની ધરપકડ કરી છે.
પલસાણા તાલુકાના એક ગામની એક સગીરા પર નજીકના જ ભૂતપોર ગામમાં રહેતા અશોક રાઠોડ નામના પરિણીત યુવાને લગ્નની લાલચ આપીને કેટલાય સમય સુધી તેની સાથે શારીરીક સંબંધો બાંધ્યા હતાં.જેના કારણે સગીરા ગર્ભવતી થઇ જતા સગીરા એ અશોક રાઠોડને આ બાબતે જાણ કરી હતી.અશોક રાઠોડે ગામનાજ યુવકને વાત કરતા પહેલા બારડોલી ખાતે એક તબીબ પાસે તપાસ કરાવડાવી હતી. બારડોલીથી તેમને સુરતના તબીબ રસેશ સુરતી પાસે મોકલાયાં હતાં. જયાં સગીરાનો ગર્ભપાત કરી ભ્રુણને પલસાણાના જ બલેશ્વર ગામ નજીક સળગાવી દેવાયું હતું. આખી ઘટનાની જાણ સગીરાની માતાને થતાં તેમણે પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મુખ્ય આરોપી અશોક રાઠોડ, તેમજ ગર્ભપાત કરનાર તબીબ રશેસ સુરતી અને બારડોલીના એક તબીબની ગતરોજ ધરપકડ કરી હતી.,જયારે અશોક રાઠોડને ગર્ભપાતમાં મદદ કરનાર ભૂતપોર ગામના બે આરોપી પોલીસ પકડ થી હજુ દુર છે.હાલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.