પંચમહાલ : ગોધરા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરસભા ગજવી, મહત્તમ મતદાન કરવા મતદારોને અપીલ

0

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. કોરોનાને માત આપીને મુખ્યમંત્રી વિજય રૂપાણી ફરીથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે ગોધરા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર અર્થે જાહેરસભા ગજવી હતી.

ગોધરા ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટે યોજાયેલ જાહેરસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા સત્રમાં ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદો લાવીને હિન્દુ બેન-દિકરીઓને વધુ સલામતી પુરૂ પાડવામાં આવશે. તેમજ પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપને જીતાડી દેશનો સર્વાંગી વિકાસ વધુ તેજ કરવામાં આવશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, કોંગ્રેસ હવે સત્તા માટે નહી પરંતુ હવે વિપક્ષ માટે પણ લાયક નથી. ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને નકારી કાઢી છે.

ભૂતકાળમાં આવી ખરાબ રીતે હાર કોંગ્રેસની ક્યારેય થઈ નથી. કોંગ્રેસ પ્રત્યેનો અણગમો પ્રજાએ મતપેટીમાં ઠાલવ્યો છે. તો સાથે જ ભાજપની લહેર માત્ર શહેરોમાં જ નહી પણ ગામડાઓમાં છે, ત્યારે હવે 28મી ફેબ્રુઆરીના રોજ ભાજપ તરફી મહત્તમ મતદાન થાય અને આગામી 5 વર્ષ માટે ગુજરાતમાં વિકાસ કાર્યો કરવા માટેની ફરી તક આપવા અંગે મુખ્યમંત્રીએ મતદારોને અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here